તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Chairman Of Sharafi Mandali In Rajkot, Va. Chairman, Manager Embezzled Rs 60 Crore From Depositors, Police File 5,000 page Chargesheet In Court

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં શરાફી મંડળીમાં 60 કરોડની ઉચાપત કેસ,પોલીસે 5 હજાર પેઇજની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી

રાજકોટ2 મહિનો પહેલા
રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરની પોલીસે ધરપક કરી કોર્ટમાં રજૂ કર્યા.
  • 4200 થાપણદારો સાથે છેતરપિંડી થતાં 3 માસ પહેલા ગુનો નોંધાયો હતો

રાજકોટના ઢેબર રોડ પર શ્રીમદ્ ભવનમાં બીજા માળે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ કેળવી 60 કરોડ જેટલી રકમ એકઠી કરી પલાયન થઇ ગયા હતા. અને રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. પોલીસે 84 દિવસની તપાસને અંતે આ પેઢીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5957 પેઇજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી છે.

રોકાણકારોમાં હોબાળો મચ્યો હતો અને સીઆઇડીમાં પણ અરજી થઇ હતી
રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સહિતના કાવત્રુ રચી જુદા-જુદા લોકોને જો અમારી મંડળીમાં રૂપિયાનું રોકાણ કરશો તો સારા એવા વ્યાજ સાથે રકમ પરત મળશે તેવી લાલચ-પ્રલોભન આપી ડેઇલી બચત સ્કીમ, મંથલી બચત સ્કિમ અને ફિક્સ ડિપોઝિટની અલગ-અલગ સ્કીમો સમજાવી રાજકોટ, પડધરી, જામજોધપુર, કાલાવડ તથા આસપાસના ગ્રામ્ય પંથકોના 4200 રોકાણકારોના કુલ રૂ.60 કરોડ પાકતી મુદ્દતે પરત ન આપી ઠગાઇ કરતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દોઢેક મહિના પહેલા જ મંડળીની ઓફિસને તાળા લાગી જતાં રોકાણકારોમાં હોબાળો મચ્યો હતો અને સીઆઇડીમાં પણ અરજી થઇ હતી.

એક જ પરિવારના 22 સભ્યોનાં નાણાં ફસાયાં
એક જ પરિવારના 22 સભ્યોનાં નાણાં ફસાયાં

પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
આ બનાવમાં કોઠારીયા રોડ દેવપરા-1માં રહેતાં અને નિલકંઠ ટોકિઝ પાસે ન્યુ પટેલ મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જેન્તીભાઇ સોજીત્રાની ફરિયાદ પરથી મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલભાઇ રૈયાણી અને મેનેજર વિપુલ રતિલાલ વસોયા તથા તપાસમાં ખુલે તેની સામે IPCની કલમ 406, 409, 420, 120-B તથા ગુજરાત પ્રોટેક્ટશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝીટર એક્ટની કલમ 3-4 મુજબ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રામેશ્વર શરાફી સહકારી મંડળીની ફાઈલ તસવીર
રામેશ્વર શરાફી સહકારી મંડળીની ફાઈલ તસવીર

એક જ પરિવારના 22 સભ્યોનાં નાણાં ફસાયાં
ફરિયાદી સંજયભાઈ જયંતીભાઈ સોજીત્રા સહિત પરિવારના 22 સભ્યોના 3,11,67,000 રૂપિયા ફસાયા છે. આ સિવાય નામજોગ યાદી જોઈએ તો નિશાબેન હેમંતભાઈ પરમાર-21,18,000, અશોક ચંદુભાઈ મારૂ-28, 56,900, ડેનિશ કૌશિકભાઈ ચાવડા-7,59,000, હીરાભા મેવાડા-30,00,000, અનિલ ધીરુભાઈ ટીંબડિયા-15,50,000, હિતેશ કરમશી દુધાગ્રા-12,00,000, હર્ષાબેન દુર્લભજી કારેલિયા- 5,50,000, જગદીશ ખોડાભાઈ રાઠોડ-37,40,000, જયસુખ પરસાણા-34,69,000, શાંતિ વેલજીભાઈ પેઢડિયા-18,20,000, હરેશ ગોહિલ-22,35,000, અલ્પેશ કાલરિયા-33,75,000, સાગર દુધાગ્રા-4,50,000, રમેશ સભાડિયા-1,50,000, પ્રફુલ ઢોલરિયા-3,50,000, મુકેશ લિંબાસિયા-4,00,000નો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોના 3,11,00,000થી વધુ રૂપિયા મળી 4200 લોકોના 60 કરોડ રૂપિયા પડાવી લીધા છે.

ફરિયાદી સંજયભાઈ સોજીત્રા
ફરિયાદી સંજયભાઈ સોજીત્રા

મારા પિતાની કમાણીના 11 લાખ રૂપિયા ફસાયા- ફરિયાદી
ફરિયાદી સંજયભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે ચેરમેન સંજય દુધાગરા અમારા સગામાં થતો હોવાથી અમે ભરોસો રાખ્યો હતો. 11 વર્ષથી મંડળી ચલાવતો હતો. એક વર્ષના વાર્ષિક 12 ટકાના વ્યાજદરે ફિક્સ ડિપોઝિટમાં મારા પિતા જયંતીભાઈએ તેમની કમાણીના 11 લાખ આપ્યા હતા. 2014માં પિતાનું અવસાન થયું હતું. જયંતીભાઈએ જે-તે સમયે પરિવારના અલગ અલગ 22 સભ્યની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. જૂન માસમાં આ ડિપોઝિટ પાકતી હતી, જેનું વ્યાજ લેવા મંડળીના ચેરમેન પાસે જતાં તેણે પૈસાની સગવડ નથી, બે મહિના પછી આવજો એવું કહ્યું હતું. ત્યાર બાદ તેણે ઓફિસ બંધ કરી દીધી હતી. ધીમે ધીમે માલૂમ પડ્યું કે અનેક થાપણદારોની તગડી રકમ ફસાય છે અને લોકો ધક્કા ખાઈ રહ્યા છે.

84 દિવસની તપાસને અંતે 5957 પેઇજનું ચાર્જશીટ તૈયાર
આ બનાવમાં CP મનોજ અગ્રવાલ, JCP ખુરશીદ અહેમદ સહિતની રાહબરીમાં સતત 84 દિવસ સુધી તપાસ કરી હતી. CP અગ્રવાલે સિટની રચના પણ કરી હતી. ત્યારબાદ સિટની ખાસ ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. 84 દિવસની તપાસને અંતે ગઇકાલે 5957 પેઇજનું ચાર્જશીટ આરોપીઓ વિરૂદ્ધ તૈયાર કરી પોલીસે કોર્ટમાં રજૂ કર્યુ છે. નોંધનીય છે કે પોલીસે તપાસ દરમિયાન આરોપીઓની 25 કરોડ જેવી મિલકતો પણ શોધી કાઢી હતી. જે ટાંચમાં લેવાની કાર્યવાહી માટે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો