રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયા બે દિવસથી દિલ્હીની મુલાકાતે છે. રાજકોટ ડેરી સંકુલમાં કેન્દ્રની 60 ટકા સહાયથી રૂા.2.25 કરોડના ખર્ચે પનીર પ્લાન્ટ બનાવવાની યોજના મંજુર થઈ હતી. કેન્દ્રમાં સહકાર ખાતુ અલગથી અસ્તિતવમાં આવતા આ મંજુરી રદ્દ થઈ હતી. હાલ સંઘના ચેરમેને કેન્દ્રીય ડેરી મંત્રી રૂપાલાને શહેરમાં પનીર બનાવવાના પ્લાન્ટને મંજૂરી આપવા રજૂઆત કરી હતી,
યોજના સાકાર કરાવવા રજુઆત કરી
ઉલ્લેખનીય છે કે આ યોજના ડેરી ઉદ્યોગ વિભાગમાં આવે છે. ધામેલિયાએ કેન્દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાને મળી વહીવટી કારણથી રદ્દ થયેલ મંજુરી ફરી આપી યોજના સાકાર કરાવવા રજૂઆત કરી હતી.
દૈનિક 2 મેટ્રિક ટન પનીરનું ઉત્પાદન
આ પ્લાન્ટમાં 60 જેવી સબસિડી કેન્દ્ર સરકાર આપશે. જેમાં દૈનિક 2 ટન પનીર ઉત્પાદનની મંજૂરી મળે તે માટે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રજુઆત કરી છે. મંજૂરી આવી જાય પછી પ્લાન્ટ શરૂ થશે અને તેમાં દરરોજ 2 મેટ્રિક ટન પનીરનું ઉત્પાદન કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.