તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Chairman Of Four Boards Of Pre election Education Final; Dr. Choice Of Kambalia, Dr. Gosai, Mahendra Pandya, Gajendrasinh Jhala

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ચૂંટણી પૂર્વે શિક્ષણ વિદ્યાશાખાના ચાર બોર્ડના ચેરમેન ફાઇનલ; ડૉ. કાંબલિયા, ડૉ.ગોસાઈ, મહેન્દ્ર પંડ્યા, ગજેન્દ્રસિંહ ઝાલાની વરણી

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કન્ટેન્ટ ટીચિંગ સમિતિના ચેરમેન તરીકે ડૉ. ભાનુપરી ગોસાઈની નિયુક્તિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ વિદ્યાશાખાના જુદા જુદા ચાર બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેનની મંગળવારે ન વાદ-વિવાદ, ન સંઘર્ષ, ન કચવાટ, અને ન ચૂંટણી પરંતુ સર્વાનુમતે નિયુક્તિ કરી દેવામાં આવી છે.

શિક્ષણ વિદ્યાશાખાના જુદા જુદા ચાર બોર્ડના ચેરમેન અને અધરધેન ચેરમેન ચૂંટણીના 15 દિવસ પહેલા જ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. તારીખ 9મી ફેબ્રુઆરીએ આ વિદ્યાશાખાના ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે જ ચારેય બોર્ડના હોદ્દેદારો નક્કી કરી લેવાયા હતા. જેમાં શિક્ષણ શાસ્ત્ર સમિતિના ચેરમેન તરીકે ડૉ.ધરમ કાંબલિયા અને અધરધેન ચેરમેન તરીકે ડૉ. ઉર્વિબેન બલદાણિયાની નિયુક્તિ કરવામાં આવી છે.

જ્યારે કન્ટેન્ટ ટીચિંગ સમિતિના ચેરમેન તરીકે ડૉ. ભાનુપરી ગોસાઈ અને અધરધેન ચેરમેન તરીકે જામનગરના દિનાબેન ત્રિવેદી નિયુક્ત થયા છે. પ્રેક્ટિસ ઇન એજ્યુકેશન સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્ર પંડ્યા અને અધરધેન ચેરમેન તરીકે ડૉ. નિદત્ત બારોટની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત મેથડ ટીચિંગ સમિતિમાં ચેરમેન તરીકે સુરેન્દ્રનગરના ગજેન્દ્રસિંહ ઝાલા અને અધરધેન ચેરમેન તરીકે નીતાબેન કનેરિયાની વરણી કરવામાં આવી છે. આગામી તારીખ 23 મે 2021થી અમલમાં આવનારી વિવિધ વિદ્યાશાખા હેઠળની અભ્યાસ સમિતિઓની નવરચના માટેની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત શિક્ષણ વિદ્યાશાખામાં 8મીએ ફોર્મ ભરવાનો અને 9મી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય નક્કી કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો