માર્ચ એન્ડીંગ નજીક આવતા કેન્દ્રીય એજન્સીઓ સક્રિય બની છે. રાજકોટ સેન્ટ્રલ GSTની ટીમે મોરબી બાદ હવે રાજકોટ નજીક મેટોડા ઓૈધોગિક વિસ્તારમાં મોબાઈલ એકસેસરીઝનાં એક યુનિટમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા આશરે રૂ.2 કરોડની કરચોરી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે.
આશરે 75 લાખની કરચોરી બહાર આવી
રાજકોટ આસપાસ શાપર અને મેટોડા ઓૈધોગિક વિસ્તારમાં આઠેક હજાર નાની - મોટી ફેકટરીઓ આવેલી છે. ગત સપ્તાહમાં મોરબીમાં એક વીટ્રીફાઈડ ટાઈલ્સનાં યુનિટમાં સેન્ટ્રલ GSTની ટીમે તપાસ હાથ ધરી હતી તેમાં આશરે 75 લાખની કરચોરી બહાર આવી હતી. દરમિયાન રાજકોટની પ્રિવેન્ટીંગ વીંગે કોઠારીયા વિસ્તારમાં આવેલી ચશ્માની ફ્રેમ બનાવતા એક યુનિટમાં અને મેટોડામાં મોબાઈલ એસસરીઝનો બિઝનેસ કરતી એક કંપનીનાં બે યુનિટમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.
રૂ.2 કરોડની કરચોરી મળી
મેટોડોનાં મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપનીમાં સર્ચ દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરતા આશરે રૂ. 2 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા રીકવરી માટે GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે જયારે કોઠારીયામાં ચશ્માની ફ્રેમ બનાવતા યુનિટમાં કોઈ ગેરરીતી બહાર આવી ન હોવાનું સામે આવ્યું હતુ.
GSTની ટીમ ટાર્ગેટ પુરા કરવા સક્રિય બની
નાણાંકીય વર્ષ પુરૂ થવામાં આવી રહયુ હોય GST વિભાગની ટીમો ટાર્ગેટ પુરા કરવા સક્રિય બની ગઈ છે. રાજકોટ વિભાગ હેઠળ રાજકોટ, જામનગર, મોરબી અને દેવભુમી દ્રારકા એમ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.