નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હવે માત્ર 90 દિવસનો સમય બાકી છે. ત્યારે સીજીએસટીની ટીમે પોતાની આળસ મરડી છે. અને મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવેલી બે ઔદ્યોગિક પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 24 કલાકથી વધુ સમય તપાસ ચાલુ રહી હતી. તપાસ દરમિયાન જે બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે તે કબજે લેવામાં આવ્યા છે. જોકે સ્થળ પરની તપાસ પૂરી થઈ છે. હવે દસ્તાવેજની તપાસ શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ પ્લાસ્ટિક અને રેકઝિનના વ્યવસાય સાથે સંકળાયેલા યુનિટોને ત્યાં તપાસ કરવામાં આવી છે. મતગણતરી પૂરી થતાની સાથે જ સીજીએસટીની ટીમે તપાસ શરૂ કરી છે. જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તેનો રાજ્ય અને દેશભરમાં વેપાર થયો હોવાનું બહાર આવ્યું છે. જોકે પેઢીના નામ જાહેર કરવામાં સીજીએસટીની ટીમે મૌન સેવી લીધું છે. તેેને કારણે કરદાતામાં રોષ ફેલાયો છે.
SGSTની મોબાઇલ સ્ક્વોડે 14 ટ્રક ડિટેન કરી અને 95 લાખના ટેક્સ-પેનલ્ટની વસૂલાત કરી
એસજીએસટીની મોબાઈલ સ્ક્વોડે હાથ ધરેલા ચેકિંગમાં કુલ 14 ટ્રક ડિટેન કરવામાં આવી છે. જેમાં રૂ. 95 લાખની પેનલ્ટી અને ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. વાહનોમા સિરામિક, પ્લાસ્ટિક, લોખંડ-સ્ક્રેપ સહિતનો માલ ભરવામાં આવ્યો હતો. અને તે બીજા રાજ્યમાં મોકલવામાં આવતો હતો. જોકે ટ્રકચાલકો પાસેથી ઈ-વે બિલ માગતા તેમની પાસે નહિ હોવાનું તેમજ તેઓ ભૂલી ગયા હોવાના અનેક બહાના ધર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.