તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાતકેસ:બોગસ ડેથ સર્ટી બનાવનાર ડોક્ટરની આગોતરા જામીન માટે અરજી, 3 વાહન કબ્જે થયા પણ આરોપીઓની ભાળ નહિ મળ્યાનું પોલીસનું એક જ રટણ

રાજકોટ3 મહિનો પહેલા
ડો.નિલેશ નિમાવત (ફાઇલ તસવીર).
  • ડો.કાલરીયાના કહેવાથી ડો.સોજીત્રાએ સર્ટિફિકેટ બનાવ્યું, આ કેસમાં બંનેને આરોપી બનાવવા કે કેમ તે પોલીસ હજુ નક્કી કરી શકી નથી

રાજકોટ નજીક કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂનના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાતને હાર્ટ-એટેકમાં ખપાવનાર રાજકોટની દેવ હોસ્પિટલના ડોક્ટર નિલેશ નિમાવતે ડેથ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. તેમજ પુરાવાનો નાશ કરવાના ગુના હેઠળ પોલીસે તેની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હાલ પોલીસ પકડથી દૂર છે અને ડો.નિલેશ નિમાવતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કર્યાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ફરિયાદ નોંધાય તેને અક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસનું એક જ રટણ છે કે, હજી સુધી પાંચમાંથી એક પણ આરોપીની ભાળ મળી નથી.

ડો.ભૌતિક અનેડો.કાલરીયાને આરોપી બનાવવા કે નહિ તે માટે પોલીસ અવઢવમાં
ડો. નિલેશ નિમાવત પોલીસને નિવેદન આપવાનું ટાળતા હતા અને ગુજરાત બહાર ભાગી ગયાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તેની સંડોવણી ખુલતા જ પોલીસે તેની વિરૂદ્ધ ગુનાહિત કાવતરૂ અને પુરાવાનો નાશ કરવાની કલમો ઉમેરી ગુનો નોંધ્યો છે. હવે અગાઉથી જ તેણે આગોતરા જામની મેળવવા માટે કોર્ટનો આશરો લીધો છે. ડો. નિલેશ નિમાવતે મહંતે આપઘાત કરી લીધો છતાં હાર્ટએટેક આવી ગયાનું બોગસ ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવાની તેની હોસ્પિટલમાં કામ કરતા ડો.કમલેશ કારેલીયાને સુચના આપી હતી. ડો.કારેલીયાના કહેવાથી મેડિકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાએ ડેથ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. જોકે ડો.કાલરીયા અને ડો.સોજીત્રાને આ કેસમાં આરોપી બનાવવા કે કેમ તે પોલીસ હજુ નક્કી કરી શકી નથી.

જયરામદાસ બાપુએ 1 જૂને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
જયરામદાસ બાપુએ 1 જૂને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

પોલીસની 4 ટીમ કામે લાગી છતાં આરોપીઓનું લોકેશન મળતું નથી
બીજી તરફ મહંતને આપઘાતની ફરજ પાડવાના આરોપી તેનો ભત્રીજો અલ્પેશ, તેનો બનેવી હિતેષ અને રાજકોટનો વિક્રમ સોહલા હજી ફરાર છે. પુરાવાનો નાશ કરવાના આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચની બે-બે ટીમ કામ કરતી હોવા છતાં આ તમામ આરોપીઓના કોઈ લોકેશન મળતા નથી. આ બાબત પણ હવે શંકાસ્પદ અને અનેક પ્રશ્નો ઉઠાવનાર બની રહી છે. પોલીસ સુત્રોએ આજે પણ તમામ આરોપીઓની કોઈ ભાળ નહીં મળી રહ્યાંની કેસેટ વગાડી હતી. આ સ્થિતિમાં ખરેખર પોલીસ આરોપીઓને પકડી શકતી નથી કે પછી તેની દાનતમાં ખોટ છે તે સંબંધે તરેહ તરેહની ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે.

આરોપી હિતેશ અને અલ્પેશ હજી પકડાયા નથી.
આરોપી હિતેશ અને અલ્પેશ હજી પકડાયા નથી.

ત્રણ વાહનો મળ્યા પણ આરોપીનો પત્તો નથી
આરોપી અલ્પેશ અને હિતેષે મહંતને બ્લેકમેઈલિંગ કરી પડાવેલા પૈસામાંથી ખરીદેલા ત્રણ વાહનો તો પોલીસને મળી ગયા છે. પરંતુ આરોપી મળતા નથી તે બાબત પણ આશ્ચર્યજનક ગણાવાય રહી છે. જોકે મહંતનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં જેની ભૂમિકા હતી તે બે તબીબોને આરોપી બનાવવા બાબતે પોલીસ અવઢવમાં છે. જયરામદાસ બાપુના મૃત્યુને 15 દિવસ થયા અને ફરિયાદ નોંધાયાને પણ એક સપ્તાહથી વધુ સમય થઇ ગયો છે. છતાં પણ પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હાલમાં પોલીસ માત્ર નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા 4 ટીમ કામે લાગી હોવાની અને તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકી રહી છે.

આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે.
આરોપી એડવોકેટ રક્ષિત કલોલા પણ ફરાર છે.

કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીને પોલીસ શોધી રહી છે
રાજકોટ પોલીસ દ્વારા પાંચ આરોપીઓને શોધી રહી છે. જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કોલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતા અત્યાર સુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહંતને માર મારનાર આરોપી વિક્રમ સોહલા પોલીસ પકડથી દૂર.
મહંતને માર મારનાર આરોપી વિક્રમ સોહલા પોલીસ પકડથી દૂર.
અન્ય સમાચારો પણ છે...