કામગીરી પૂર્ણતાને આરે:હિરાસર એરપોર્ટના રન-વે અને બિલ્ડિંગની કામની સમીક્ષા માટે કેન્દ્રીય અધિકારીઓ સાઈટ વિઝિટ લીધી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હિરાસર એરપોર્ટના રન-વેની કામગીરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
હિરાસર એરપોર્ટના રન-વેની કામગીરીની ફાઈલ તસવીર
  • દિલ્હી-મુંબઈ-અમદાવાદના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી અને સિક્યોરિટી રિજનલ અધિકારીઓએ કર્યું બારિકાઈથી નિરીક્ષણ

રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટના રન-વે અને બિલ્ડિંગનું કામ પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આજે આ મહત્ત્વપૂર્ણ કામની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય અધિકારીઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે અને તેમણે સ્થળ નિરીક્ષણ કરીને ઝીણવટભરી માહિતી હાંસલ કરી હતી.

આ અંગે એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું કે, આજે દિલ્હી, મુંબઈ અને અમદાવાદના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) અને સિક્યોરિટી રિજનલ ઓફિસર કક્ષાના અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજકોટ એરપોર્ટના અધિકારીઓને સાથે રાખીને હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે ગ્રીનફિલ્ડ એરપોર્ટની સમીક્ષા કરી હતી. એરપોર્ટના રન-વે અને મુખ્ય બિલ્ડિંગનું કામ નિહાળ્યું હતું.

દરમિયાન રાજકોટ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે રન-વે અને બિલ્ડિંગનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે, ત્યારે અન્ય બાંધકામ કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ તૈયાર થઈ ગયા બાદ વિદેશની ફ્લાઈટનું જોડાણ થઈ જવાને કારણે લોકોને અમદાવાદ-મુંબઈ સુધી લાંબું થવું પડશે નહીં. સાથે સાથે ઉદ્યોગોને પણ પૂરતી રફ્તાર મળી રહેશે. જેના કારણે રાજકોટને ફાયદો જ ફાયદો થવાનો છે.