જવાબદારી સરકારી તંત્રની:કેન્દ્ર - ખાદ્યતેલમાં કિલોએ રૂ.15 ઘટાડો; સોમા, આ પદ્ધતિ પહેલીથી અમલમાં છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 જુલાઈએ મળેલી બેઠકમાં તેલમાં ભાવ ઘટાડવાનું સૂચન થયું
  • ચર્ચા થઈ, પણ અમલ અંગે પુછતાં ‘સોમા’એ કહ્યું ભાવઘટાડો કાબૂમાં રાખવાની જવાબદારી સરકારી તંત્રની છે

ખાદ્યતેલની મહત્તમ છૂટક વેચાણ કિંમત એટલે કે એમઆરપીમાં તાત્કાલિક અસરથી કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો કરવા સૂચના 6 જુલાઈના રોજ મળેલી બેઠકમાં આપી હતી, તો આ અનુસંધાને સોમાના પ્રમુખે કહ્યું છે કે તેલમાં ભાવઘટાડાનો લાભ આપવાની પદ્ધતિ સૌરાષ્ટ્રમાં પહેલેથી લાગુ છે. જોકે ભાવઘટાડા માટે કેન્દ્ર સરકાર બેઠક બોલાવે જ્યારે સોમા કહે છે કે ભાવઘટાડા માટે અમારી જવાબદારી બનતી નથી. ભાવ ઘટ્યા હોવા છતાં એકબીજાની ખોને કારણે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે.

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય વિભાગે પત્રમાં એવું પણ જણાવ્યું હતું કે, ઉત્પાદકો અને રિફાઇનરો દ્વારા વિતરકોને જે ભાવે તેલ આપવામાં આવે છે એની કિંમતમાં પણ તાત્કાલિક અસરથી ઘટાડો કરવાની જરૂર છે. જ્યારે ઉત્પાદકો, રિફાઇનરો દ્વારા વિતરકો માટે ભાવ ઘટાડો કરે ત્યારે તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. તેની જાણ પણ કરવી જોઈએ.

આ બેઠક દરમિયાન એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, આયાત કરવામાં આવતા ખાદ્યતેલના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવઘટાડાના વલણમાં છે જે ખાદ્યતેલના પરી દૃશ્યમાં સકારાત્મક ચિત્ર છે. સ્થાનિક બજારમાં ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને મળવો જોઈએ. જેના જવાબમાં સોમાના પ્રમુખ કિશોરભાઈ વીરડિયાએ જણાવ્યું હતું કે, તેલની કિંમત નક્કી કરવામાં જેને જેટલી પડતર કિંમત વધુ આવે એ મુજબ ભાવ નક્કી કરે જેમાં સોમાની જવાબદારી બનતી નથી.

કેન્દ્ર સરકારે એવી પણ ટકોર કરી છે કે, રિફાઇન્ડ સનફ્લાવરના 1 લિટર પેકની કિંમત 220થી ઘટાડીને 210 કરવામાં આવી હતી અને કાચી ઘાણીના તેલના 1 લિટર પેકની કિંમત 205થી 195 કરવામાં આવી છે. સોમાના પ્રમુખે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પામ, સોયાબીન, સનફ્લાવર તેલનું ઉત્પાદન જ નથી.

તાજેતરમાં મળેલી બેઠકમાં એવું જણાવાયું હતું કે, રસોઈના ઉપયોગમાં લેવાતા વિવિધ તેલના ભાવમાં વૈશ્વિક ભાવમાં ટન દીઠ 300-450 યુએસડીનો ઘટાડો થયો છે, પરંતુ છૂટક બજારમાં અમલવારી થવામાં સમય લાગે છે. જો કે, સોમાએ જણાવ્યું હતું કે, ભાવ, કિંમતની અમલવારી કરાવવી એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક તંત્રની બને છે.

ભાવ વધઘટનો લાભ વચેટિયા લે છે
ભાવ ઘટે કે વધે ત્યારે એનો લાભ વચેટિયા લે છે. જ્યારે ભાવ ઉંચા હોય ત્યારે કૃત્રિમ તેજી ઊભી કરે છે અને પુરવઠાનો સંગ્રહ કરી રાખે છે જ્યારે ભાવ નીચા હોય ત્યારે સોદા અટકાવીને વેપાર કરવાનું ટાળે છે.

અન્ય સમાચારો પણ છે...