તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:RK યુનિ.માં આજે સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપનું અનાવરણ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે

રાજકોટની આર.કે યુનિ.ના કે. એસ. પટેલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપનું 5 ડિસેમ્બરે ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઈ-અનાવરણ કરાશે જેનું લાઈવ પ્રસારણ આરકે યુનિવર્સિટીનાં ફેસબુક પેજ અને આઈ-હબ ગુજરાતનાં ફેસબુક પેજ પર સવારે 11 વાગ્યાથી કરાશે. આર.કે યુનિવર્સિટીનાં કે. એસ. પટેલ સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ દ્વારા વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટેની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત આ સેન્ટર હેઠળ સ્ટાર્ટઅપને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન, ઇન્કયુબેશનની માળખાગત સુવિધાઓનો વિકાસ, અભ્યાસક્રમોમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનો સમાવેશ વગેરે બાબતો પર ખાસ ધ્યાન અપાશે. ઈ-અનાવરણમાં ગુજરાત સરકારનાં અધિકારીઓ - અંજુ શર્મા (IAS, પ્રિન્સિપાલ સેક્રેટરી-એજ્યુકેશન), વિભાવરીબેન દવે (મિનિસ્ટર ઓફ સ્ટેટ, પ્રાઇમરી એન્ડ હાયર એજ્યુકેશન), એમ. નાગરાજન (IAS, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ), મધુ નારાયણ (જોઈન્ટ કમિશનર હાયર એજ્યુકેશન) અને હિરનમય મહંતા (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આઈ-હબ ગુજરાત) પણ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો