ઉજવણી:દ્વારકા જગત મંદિરમાં રાતના 12 વાગ્યાના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, ‘નંદ ઘેર આનંદ ભૈયો’ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું, આજે નોમની ઉજવણી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજારી પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિરમાં રાતના 12 વાગ્યે ઉજવાયો ઉત્સવ - Divya Bhaskar
પૂજારી પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિરમાં રાતના 12 વાગ્યે ઉજવાયો ઉત્સવ
  • આજે પારણા નોમ ઉત્સવની ઉજવણી માટે ભાવિકો દ્વારકાધીશના દર્શન કરવા ઉમટ્યા

શ્રાવણ માસમા જન્માષ્ટમીના દિવસે ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવવામાં આવતો હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જગત મંદિરની પરંપરા પ્રમાણ દર ત્રણ વર્ષે આવતા પુરૂષોત્તમ માસમાં વર્ષભર ઉજવાયેલા મહત્વના તિથિ તહેવારો ફરી ઉજવવામાં આવે છે. ગઈકાલે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગત રાત્રે 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. નંદ ઘેર આનંદ ભૈયોના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. આજે પારણા નોમનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

પૂજારી પરિવાર અને પ્રશાસનની હાજરીમાં ઉત્સવ ઉજવાયો
ગત શ્રાવણ માસમાં જગત મંદિરમાં કોરોનાના કારણે ભાવિકો દર્શન કરી શક્યા નહોતા. શનિવારે દ્વારકા ગત મંદિરના દ્વારા રાતના 9 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કોરોના સ્થિતિને ધ્યાને લઈ ભાવિકો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસનની હાજરીમાં નંદ ભૈયોનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

જન્માષ્ટમીના તહેવારમાં ભગવાન દ્વારકાધીશને કરવામાં આવેલો શણગાર અને જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું
જન્માષ્ટમીના તહેવારમાં ભગવાન દ્વારકાધીશને કરવામાં આવેલો શણગાર અને જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું

આજે નોમ ઉત્સવની ઉજવણી, ભાવિકો દર્શન માટે ઉમટ્યા
જન્માષ્ટમીના તહેવાર બાદ આજે પારણા નોમ ઉત્સવ જગત મંદિરમાં ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટ્યા છે. દર્શન માટે પણ મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સેનિટાઈઝ, ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. આજે પારણા નોમના દિવસે ભાવિકો ગોમતીઘાટમાં સ્નાન કરવા પણ ઉમટ્યા છે.

દ્વારકાધીશના મંદિરને રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર ઉજવણી કરવામાં આવી હોય ત્યારે જગત મંદિરને ગંરબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

(સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)