તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રિટી સ્પેશિયલ:ગાયક હેમંત ચૌહાણ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ રક્ષાબંધનની ઉજવણી કરી

રાજકોટએક વર્ષ પહેલા
  • કલાકારોએ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી

આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે ભાઈ-બહેનના સંબંધનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગાયક હેમંત ચૌહાણ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિતના કલાકારોએ રક્ષાબંધનનની ઉજવણી કરી છે. આ સાથે જ કોરોનામાં સાવચેત રહેવાના આશીર્વાદ આપ્યા છે.

હેંમેત ચૌહાણ અને તેમના બહેન
હેંમેત ચૌહાણ અને તેમના બહેન

સૌરાષ્ટ્રના જાણીતા એવા ભજનીક હેમંત ચૌહાણે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી છે.

રીવાબા અને તેનો ભાઈ શત્રુઘ્ન સોલંકી
રીવાબા અને તેનો ભાઈ શત્રુઘ્ન સોલંકી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્નીએ રક્ષાબંધનના પ્રેમભર્યા તહેવારની ઉજવણી કરી હતી. રીવાબા જાડેજાએ રાજકોટમાં આવેલ પોતોના પિતના ઘરે પહોંચ્યા હતા. જ્યા તેમણે પોતાના ભાઈ શત્રુઘ્ન સોલંકી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

સાંઈરામ દવે અને તેના બહેન
સાંઈરામ દવે અને તેના બહેન

મૂળ ગોંડલના અને વર્ષોથી રાજકોટ રહેતા એવા સાંઈરામ દવેએ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.