તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ કેવી નિમણૂક?:જામનગરમાં પણ માન્યતા વિનાની ડિગ્રીવાળા CDHO નિમાયા, પ્રતિનિયુક્તિની પ્રક્રિયા પણ શંકાસ્પદ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને તબીબી અધિકારીના ઓર્ડર એક જ સાથે થયા હતા

રાજકોટ મનપામાં સરકારે ડેપ્યુટેશન પર મૂકેલા ડો.એલ.ટી. વાંઝાએ જે ડિગ્રી મેળવી છે તે એમસીઆઈની માન્ય જ નથી અને જ્યાં અભ્યાસ કર્યો છે તે યુનિવર્સિટીને પણ યુજીસીની મંજૂરી નથી એટલે અમાન્ય ડિગ્રી રાખીને સિનિયોરિટી કૂદાવી રહ્યા છે. ડેપ્યુટેશન માટે રાજકોટ ઉપરાંત જામનગર જિ.પં. અને દ્વારકામાં પણ ઓર્ડર થયા હતા જેમાં જામનગરના આરોગ્ય અધિકારીનો ચાર્જ સંભાળનારની ડિગ્રી પણ અમાન્ય નીકળી છે.

તબીબી અધિકારી વર્ગ-2 તરીકે મેડિકલ ઓફિસર તરીકે મુકાયેલા ડો. બિમલ મણવરે પણ ડો.વાંઝાની જેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાંથી પી.જી. ડિપ્લોમા ઈન પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ નામની ડિગ્રી મેળવી છે. આ ડિગ્રી બાદ તેમને ઈન્ચાર્જ ઈએમઓ જામનગર તરીકે ચાર્જ અપાયો હતો હવે તે જ કચેરીમાં તેમને જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ આપી દેવાયો છે. ડિગ્રી મામલે ભાસ્કરે તેમનો સંપર્ક સાધ્યો હતો અને પીજી ડિપ્લોમા જ્યાં ભણ્યા તે યુનિવર્સિટી અને ડિગ્રી માન્ય છે કે નહીં તે પૂછતા તેમણે જવાબ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને ‘તપાસ કરી લ્યો’ તેમ કહ્યું હતું. ત્રણ લોકોના ઓર્ડરમાં બેની ડિગ્રી એક જ જેવી અમાન્ય નીકળી છે જેના કારણે પ્રતિનિયુક્તિ પર મૂકવાની આખી સિસ્ટમ જ શંકા ઉપજાવનારી બની રહી છે.

સિનિયરને સાઈડલાઈન કરી ચાર્જ અપાયો
જામનગરમાં 10 જેટલા મેડિકલ ઓફિસર છે જેણે 15થી 20 વર્ષ કામ કર્યું છે. સીડીએચઓ અને ઈએમઓની જગ્યા ખાલી પડતા આ 10 સિનિયર તબીબમાંથી એકપણ તબીબી અધિકારીને યોગ્ય ન ગણી તેનાથી અડધો અનુભવ ધરાવતા ડો. મણવરને ઈન્ચાર્જ ઈએમઓ અને પછી ઈન્ચાર્જ સીડીએચઓ બનાવ્યા છે. આ રીતે ડો.વાંઝાના કિસ્સામાં પણ બની રહ્યું છે તેમને રાજકોટ ડેપ્યુટેશનમાં મુકાયા છે ત્યાં જ તેમના કરતા વધુ અનુભવી ડો.પી.પી. રાઠોડ પાસે ઘણા સમયથી આ ચાર્જ છે આમ છતાં મ્યુનિસિપલ કમિશનરે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થનો ચાર્જ પણ આપી દીધો છે, અમાન્ય ડિગ્રી હોય તેમને પ્રાથમિકતા અપાતી હોય તેવી શંકા દૃઢ બની છે.

અન્ય સમાચારો પણ છે...