તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ સિટી:મનપાના મોટા પ્રોજેક્ટ પર નજર રાખવા CCTV મુકાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો ક્યારે પૂર્ણ થશે તેનો રોડમેપ માગતા મ્યુનિસિપલ કમિશનર

સ્માર્ટ સિટીમાં એક સાથે પ્રોજેક્ટ શરૂ કરી દીધા બાદ ધીમીગતિએ કામ ચાલતું હોવાથી સ્માર્ટ સિટી રેન્કમાં તેની અસર જોવા મળી છે. આ અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ નવનિયુક્ત કમિશનર સૌ પ્રથમ સ્માર્ટ સિટી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.

સ્માર્ટ સિટી એરિયામાં હાલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ કામો જેવા કે, રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઈનો, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વગેરે ચાલી રહયા છે જેની મ્યુનિ. કમિશનરએ સ્થળ પર જ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ કામો કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો રોડમેપ પણ એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી માંગ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી જુદી જુદી પ્રોજેક્ટ્સ સાઈટ્સની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો છે.

જેમાં તેઓએ સ્માર્ટ સિટી એરિયા, અટલ સરોવર અને લાઈટહાઉસ આવાસ યોજનાની વિઝિટ કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે મનપાના મોટા પ્રોજેક્ટસની પ્રગતિના મોનિટરિંગ માટે દરેક સાઈટ પર સીસીટીવી કેમેરા મુકવા અને રાઉન્ડ ધ ક્લોક કામ આગળ ધપાવવા અધિકારીઓને સૂચના આપી હતી અને એક વાહન સીસીટીવી કેમેરાથી સજ્જ કરી અન્ય નાના પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ થશે.

અન્ય સમાચારો પણ છે...