તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રનો દાવો:પાણીના નિકાલમાં CCTVથી કામગીરી ઝડપી બની

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ કહ્યું, જ્યાં પાણી ભરાયા ત્યાં તુરંત કામગીરી થઈ
  • નવા કમિશનરની નવી વાત

રાજકોટમાં વરસાદ બાદ પાણી ભરાવા એ કોઈ નવી વાત નથી, પરંતુ આ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી સીસીટીવી સર્વેલન્સથી ઝડપી બની હોવાનો મનપાએ દાવો કર્યો છે. તંત્રનું કહેવું છે કે, સીસીટીવીની મદદથી રવિવારે વરસાદ બાદ જ્યાં જ્યાં પાણી ભરાયા હતાં ત્યાં તંત્ર દ્વારા તુરંત જ કામગીરી થઈ હતી.

વરસાદ બંધ થયા બાદ લાંબા સમય સુધી પાણી ન ઓસરવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. જોકે આ સ્થિતિને જોતા આ વર્ષે મનપા તંત્ર દ્વારા આઈ-વે પ્રોજેક્ટના સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી વરસાદી પાણીના નિકાલની કામગીરી સમયસર અને ઝડપી થઈ હોવાનો મનપા તંત્રએ દાવો કર્યો છે. મનપા કમિશનરનું કહેવું છે કે, રેડ ઝોન અને યલો ઝોનમાં આવતા વિસ્તારોમાં સીસીટીવીની મદદથી રવિવારે કામગીરી કરાઈ હતી.

રેડ ઝોનમાં ફરિયાદની રાહ જોયા વિના થશે પાણી નિકાલ
શહેરના જે વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તે વિસ્તારને રેડ ઝોનમાં લઈ ત્યાં કામગીરી વહેલાસર કરાશે. મનાપા તંત્રના કહેવા મુજબ, આ વિસ્તારમાં લોકોની ફરિયાદની રાહ જોયા વિના પાણી નિકાલની કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...