તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:છ દિવસ પહેલા ભગાડી જનાર યુવાન તરુણી સાથે પકડાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંગરોળના સરમા ગામથી યુવાન લગ્નની લાલચે ભગાડી રાજકોટ લઇ આવ્યો હતો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તરુણવયની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી ભગાડી જવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ પંથકમાંથી ભાગી રાજકોટ આવેલા યુગલને પોલીસે પકડી પાડ્યા છે. કુવાડવા રોડ પોલીસ સાત હનુમાન મંદિર પાસે પેટ્રોલિંગમાં હતા. ત્યારે એક યુવાન અને તરુણી શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી બંને અટકાવીને પૂછપરછ કરતા છોકરાએ પોતાનું નામ હાર્દિક હીરાભાઇ ડોકલ હોવાનું અને તે માંગરોળ તાલુકાના સરમા ગામનો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે સાથે રહેલી તરુણીની પૂછપરછ કરતા હાર્દિક લગ્નની લાલચ આપી પોતાને તા.8ના રોજ ભગાડી જઇ રાજકોટ લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ખરાઇ કરતા તરુણીના અપહરણની ફરિયાદ શીલ પોલીસ મથકમાં નોંધાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાજકોટ પોલીસે જૂનાગઢ જિલ્લા પોલીસને જાણ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...