તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:સાંબરકાંઠામાં ઝડપાયેલા અનાજ કૌભાંડનો રાજકોટમાં ઘટસ્ફોટ, બોગસ સોફ્ટવેર ચેકિંગમાં પકડાય નહિં તે માટે નામ ‘ઢીંગલી’ રાખ્યું હતું

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 32 નહીં પરંતુ 100 થી વધુ વેપારીઓ સોફ્ટવેરનો ઉપયોગ કરતા

સાબરકાંઠા જિલ્લામાંથી બોગસ સોફ્ટવેરથી થતું સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડનાં તાર રાજકોટ સુધી લંબાયા છે. કૌભાંડને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લાના પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, રાજકોટ જિલ્લામાં 100 વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં વેપારીઓએ ચેકિંગથી બચવા માટે બોગસ સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

બોગસ સોફ્ટરવેરના આધારે વેપારીઓ અનાજ બારોબાર વેચી દેતા હતા
સાબરકાંઠામાં બોગસ સોફ્ટવેર બનાવીને રેશનિંગનું અનાજ બરોબર વેંચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેનું પગેરૂ રાજકોટ સુધી નીકળ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગને માહિતી આપી હતી કે 32 જેટલા વેપારીઓ બોગસ સોફ્ટવેરથી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. જેને લઈને પુરવઠા વિભાગે તપાસ કરતા 32 નહિ પરંતુ 100 જેટલા વેપારીઓ આ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા અને પોલીસના ચેકિંગમાં વેપારીઓ ઝડપાય નહિ તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

મોબાઈલ એપ્લિકેશનથી અનાજ કૌભાંડ આચરતા
રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટનો ‘ગેમ સ્કેન’ અને ‘સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. અંદાજિત 100 જેટલા વેપારીઓએ કરોડો રૂપિયાનું સસ્તા અનાજનું વેચાણ કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગાંધીનગર પુરવઠા નિયામકે 32 વેપારી સામે તપાસના આદેશ આપ્યા હતા
19 ઓગસ્ટના રોજ ગાંધીનગર પુરવઠા નિયામકે રાજકોટ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને 32 વેપારીઓ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે, તપાસનું પેપર ફૂટી ગયું હતું. જેથી રાજકોટમાં તપાસ આવે તે પહેલાં જ વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલમાંથી એપ્લિકેશનો દૂર કરી દીધી હતી. આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવી હોવાની વિગતો ચર્ચાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...