તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે 21 ફેબ્રુઆરીએ મતદાન છે અને 23મીએ મતગણતરી થવાની છે. મત ગણતરી પૂર્વે રાજકોટમાં જુદા જુદા આઠ વોર્ડમાં રસાકસી થવાનાં એંધાણ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સામાન્ય માર્જિનથી હારજીત થશે અથવા પેનલ પણ તૂટી શકે છે. રાજકોટમાં વોર્ડ નં.2, 3, 4, 12, 13, 16, 17 અને 18 નંબરના વોર્ડમાં બન્ને મુખ્ય રાજકીય પક્ષો હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ આઠ વોર્ડનું પરિણામ ભાજપ અથવા કોંગ્રેસને સત્તા સુધી લઇ જશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ કેટલાક વોર્ડમાં પરિણામોનું સમીકરણ ફેરવી શકે છે. રાજકોટમાં ગત ચૂંટણીમાં વોર્ડ નં.2, 3, 4, 12,13,17 એન 18 નંબરના વોર્ડમાં 7 મતથી 1200 મત વચ્ચેની હારજીત થઇ હતી. 2015ની ચૂંટણીમાં પાણીદાર આંદોલનની અસર હોવાથી અનેક વોર્ડમાં ભાજપના સમીકરણો ઊંધા વળ્યા હતા. રાજકોટમાં આ વર્ષે પણ જ્ઞાતિના આગેવાનો સાથે ઉમેદવારો બંધ બારણે બેઠકો કરી રહ્યા છે જેની સીધી અસર પરિણામો પર જોવા મળશે અને જેના પગલે વોર્ડમાં પેનલ પણ તૂટી શકે છે.
ગત ચૂંટણીમાં ભાજપને 5.63 ટકા મત ઓછા મળ્યા અને કોંગ્રેસને 23 બેઠક વધુ મળી
રાજકોટ મહાનગરપાલિકાની 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના પગલે ભાજપને 5.63 ટકા મત ઓછા મળ્યા હતા. ભાજપને 2010ની ચૂંટણીમાં 51.89 ટકા મત મળ્યા હતા અને 69 બેઠક મળી હતી. જેની સામે 2015માં 46.26 ટકા મત મળ્યા હતા અને 38 બેઠક મળી હતી. જેની સામે કોંગ્રેસને 2010માં 33.79 ટકા મત મળ્યા હતા અને 11 બેઠક મળી હતી. જેની સામે 2015માં 45.68 ટકા મત મળ્યા હતા અને 34 બેઠક કબજે કરી હતી. આ વર્ષે બન્ને પક્ષની વોટનસ સ્વિંગ 2015ની સરખામણીએ વધુ રહેશે. ભાજપ અને કોંગ્રેસને 2015માં મળેલા મતમાં માત્ર 1.58 ટકા જ તફાવત હતો. જે આ વર્ષે વધશે.
પોસ્ટલ વોટિંગમાં માત્ર 1085 મત નોંધાયા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ છે અને પ્રથમ મતદાન ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફે પોસ્ટલ વોટિંગથી કર્યું છે અને તેમાં 1085 મત પેપર ઉપડ્યા હતા. પોસ્ટલ વોટિંગ માટે શહેરમાં બે બૂથ ઊભા કરાયા હતા. એક કેન્દ્ર એમ. જે. કુંડલિયા કોલેજ ખાતે જ્યારે બીજું ઘંટેશ્વરમાં બૂથ હતું. ઘંટેશ્વરમાં મોટાભાગે પોલીસ સ્ટાફ માટે કેન્દ્ર હતું.
કિસાન સંઘે કહ્યું ખેડૂતોના પ્રશ્નો હજુ હલ થયા નથી
ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે પણ પ્રશ્નો હલ થયા નથી. જેમાં દિવસે લાઇટ આપવી, ભૂંડ, રોઝનો ત્રાસ દૂર કરવો, ખેડૂતોના પશુઓનાં મોતમાં વળતર પૂરતું આપવા, ચણાની ટેકાના ભાવે ખરીદી સહિતના પ્રશ્નો હલ થયા નથી.
ગુનેગારોને બૂથ એજન્ટ ન બનાવવા તંત્રની સલાહ
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, દરેક જગ્યાએ કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય છે તે મુજબ મતદાનના દિવસે પણ પાલન પક્ષો કરે. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ પક્ષોને સલાહ આપી હતી કે બૂથ એજન્ટ તરીકે ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય તેવા કોઇ વ્યક્તિની નિમણૂક કરવાનું ટાળવુ જોઇએ જેથી ઘર્ષણ ટાળી શકાય.
મનપાની ચૂંટણીની તૈયારીમાં તંત્ર વ્યસ્ત
મનપાની ચૂંટણી માટે 14.52 લાખ યુઝ એન્ડ થ્રો ગ્લોવ્ઝ ફાળવવામાં અાવ્યા
મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે 4 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે
દરેક મતદાન મથકમાં ઈવીએમ સહિતની સામગ્રી પહોંચાડવા તેમજ ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને તાલિમ આપવાની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.