કાર્યવાહી:ઢોર પકડ ઝુંબેશ, 15 દિવસમાં 480 પશુ પકડાયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ શાખાએ એક મહિના બાદ ફરીથી ઢોર પકડ ઝુંબેશને વેગવંતી બનાવી છે. 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના 15 દિવસમાં જ 480 રખડતા પશુને પકડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ પશુઓ કોઠારિયા વિસ્તાર, રણુજા મંદિર વિસ્તાર તેમજ સામાકાંઠાના વિસ્તારોમાં પકડવામાં આવ્યા હતા. ત્રણેય ઝોનમાં પોશ વિસ્તારથી માંડી સ્લમ વિસ્તાર સુધીમાં કાર્યવાહી કરાઈ હતી.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, મનપાએ ઢોર પકડ ઝુંબેશ ચાલુ કરતા જ ઢોર ડબ્બાઓ ફુલ થવા લાગતા મનપાએ ગૌશાળા અને પાંજરાપોળ પાસે પશુઓ સાચવવા માટેની અરજી મગાવી હતી.આ પશુઓ કોઇ સાચવવા તૈયાર થાય તો સ્થળ સુધી પશુ પહોંચાડવા ઉપરાંત એક વખતની સહાય ચૂકવવા સુધીની તૈયારી મનપાએ કરી છે જેથી ઢોર ડબ્બા પરનું ભારણ ઘટાડી શકાય.

અન્ય સમાચારો પણ છે...