તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં બેરોકટોક ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિ પર બાજનજર રાખતી પોલીસે વિદેશી દારૂનો એક અને જુગારના બે દરોડા પાડી છ શખ્સને પકડી પાડ્યા છે. રૈયા ચોકડી પાસે ગંગોત્રી ડેરીવાળી શેરીમાં રહેતા ભરત રમેશભાઇ સિદ્ધપુરા નામના શખ્સના ઘરે વિદેશી દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી ભરત સિદ્ધપુરાને તેના ઘરમાંથી રૂ.97,150ના કિંમતના વિદેશી દારૂના 462 ચપલા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે દારૂ, મોબાઇલ કબજે કરી એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરત સિદ્ધપુરાની પૂછપરછ કરતા તે કેટરર્સનું કામ કરે છે.
થોડા દિવસ પહેલા તે કેટરર્સના સામાનની ખરીદી કરવા દિલ્હી ગયો હતો. ત્યાંથી વિદેશી દારૂની ખરીદી કરી હતી. કેટરર્સના સામાન સાથે વિદેશી દારૂના પાર્સલ ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ લઇ આવ્યાની કબૂલાત આપી છે. જ્યારે જુગારનો પ્રથમ દરોડો નાનામવા મેઇન રોડ, અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતા અક્ષતા મુકેશભાઇ ચોવલિયાના મકાનમાં પાડ્યો હતો.
અહીંથી તીનપત્તીઁનો જુગાર રમતી અક્ષતાબેન ઉપરાંત આરતી ભરત સરૂ, સોની રાજેશ હિરાણી અને મહેશ વરવા સબાડને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.25,800ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે. તેમજ જામનગર રોડ, તાલીમ કેન્દ્ર પાસેથી કૃષ્ણનગરના મિલન પ્રફુલ્લ ત્રિવેદીને વરલી ફીચરના આંકડા પર જુગાર રમાડતા પોલીસે રોકડા રૂ.900 તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.