રાજકોટ મ્યુનિ.ની કાર્યવાહી:ગ્રીનલેન્ડ ચોકડી, લક્ષ્મીનગર સહિત વિસ્તારોમાંથી 5 દિવસમાં 141 રખડતા પશુ પકડ્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સિટી બસમાં 10 કન્ડક્ટર સસ્પેન્ડ અને 1 કન્ડક્ટર ફરજમુક્ત
  • કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સ એજન્સીને 1.69 લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. જેમાં ઢોર પકડ પાર્ટીએ 4 મેથી 8 દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા 141 પશુ પકડવામાં આવ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં પકડાયેલા પશુઓ
શહેરની માલધારી સોસાયટી, ગ્રીનલેન્‍ડ ચોકડી, તીરૂપતી પાર્ક, અંબિકા પાર્ક, આર્યનગરમાંથી 24 પશુ, ભાવનગર મેઈન રોડ, ગંજીવાડા મેઈન રોડ, તથા આજુબાજુમાંથી 6 પશુ, ગોપાલપાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 6 પશુ, ઘનશ્યામનગર, જ્યોતિનગર, કણકોટ પાટીયા તથા આજુબાજુમાંથી 11 પશુઓ, મનહરપુર, રૈયાધાર, શાંતીનગર, ઈન્‍દિરાનગર, બંસીપાર્ક તથા આજુબાજુમાંથી 8 પશુ, આનંદનગર, નંદા હોલ, લક્ષ્મીનગર તથા આજુબાજુમાંથી 10 પશુ, ગોકુલપાર્ક, રામનાથ ઈન્‍ડસ્ટ્રીઝ, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી 9 પશુ, કોઠારિયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી 7 પશુ, આરતી ઈન્‍ડસ્ટ્રીઝ, માનસરોવર, માધવ વાટીકા તથા આજુબાજુમાંથી 5 પશુ મળી કુલ 141 પશુઓ પકડવામાં આવ્યા હતા.

મારૂતિ ટ્રાવેલ્સ એજન્સીને કામમાં ક્ષતિ બદલ દંડ
રાજકોટ રાજપથ લિમિટેડ શહેરીજનોને 46 રૂટ પર 91 સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. જેમાં સિટી બસ સેવા (RMTS)માં 2થી 8 મે દરમિયાન અંદાજીત 1,13,500 કિમી ચાલેલ છે. જેમાં 1,62,631 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો છે. બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 4,850 કિમીની પેનલ્ટી મુજબ કુલ અંદાજિત રૂ.1,69,750ની પેનલ્ટી કરવામાં આવી છે. ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.24,400ની પેનલ્ટી આપવામાં આવી છે.

BRTSમાં પણ કામમાં ક્ષતિ બદલ રાજ સિક્યુરિટી એજન્સીને દંડ
સિટી બસની સેવાની કામગીરીમાં ગેરરીતી, અનિયમિતતા બદલ 10 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 1 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન 9 મુસાફર ટિકિટ વગર જણાયા હતા. જેમાં તેમની પાસેથી અંદાજિત રકમ રૂ.990નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર 18 BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરિટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.4,628ની પેનલ્ટી કરવામાં આવી છે. સિટી બસ સેવામાં ટિકિટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે.