તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ નોંધાયાની ભારે ચર્ચા, કાલે ફરી વેક્સિનેશન બંધ, આમા સંપૂર્ણ વેક્સિનેશન કેમ થશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નાયબ આરોગ્ય અધિકારી ડેલ્ટા પ્લસ વેરિએન્ટએ અંગે કહ્યું- અમારા ધ્યાનમાં કંઈ નથી આવ્યું

રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. શહેરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે કેસ નોંધાયાની ભારે ચર્ચા ઉઠી છે. આ અંગે Divya Bhaskarએ નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું નથી. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ચર્ચા થઇ રહી છે.

આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે. તેમજ પોઝિટિવનો કુલ આંક 42775 પર પહોંચ્યો છે. શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 8250 નાગરિકોએ રસી લીધી છે.ઉલ્લેખનીય છે કે હવે દર બુધવારે ‘મમતા દિવસ’ના અનુસંધાને શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાઅંગે કલેકટરે બેઠક યોજી
રાજકોટમાં ધોરણ 10 તથા 12ની પરીક્ષા આગામી તા. 15 જુલાઈથી શરૂ થતી હોય તેના સુચારૂ આયોજન અને અમલીકરણ અર્થે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એક બેઠક કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દરેક પરીક્ષા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા, પી.જી.વી.સી.એલ. તરફથી તમામ પરીક્ષા કેન્દ્રોના સ્થળે સંપૂર્ણ સમય દરમિયાન વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટેની સૂચના કલેકટરશ્રી દ્વારા અપાઇ હતી.

કોરોનાની લહેરમાં પોલીસની કામગીરી દર્શાવતું પુસ્તક લોન્ચ
રાજકોટ શહેર પોલીસ દ્વારા કોવીડ-19ની બીજી લહેરમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને દર્શાવતું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકર્પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને CM વિજયભાઈ રૂપાણીને આજે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં રાજકોટ જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોલીસની કામગીરીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું.

બીજી લહેર દરમ્યાન કરવામાં આવેલ કાર્યવાહી.

  • જાહેરનામાના ભંગના કુલ કેસ - 10,727
  • કર્ફ્યુ ભંગના કુલ કેસ - 10,781
  • વાહન ડીટેઇન - 9,382
  • સોશ્યલ ડીસ્ટન્સના ભંગના કુલ કેસ – 2,724
  • જાહેરમાં માસ નહી પહેરવાના કુલ કેસ - 7,315
  • જાહેરમાં માસ્ક ની પહેરવાના કેસો અંગેનો દંડ - 7,22,19,000

રાજકોટમાં કોરોનાની બીજી લહેર નાબૂદી તરફ
રાજકોટમાં કોરોનાની બીજી લહેર નાબૂદ થઇ રહી છે. છેલ્લા એક મહિનાથી રાજકોટમાં સિંગલ ડિઝીટમાં જ પોઝિટિવ કેસની સંખ્યા આવી રહી છે. ગઇકાલે માત્ર બે કેસ જ નોંધાયા હતા. તેમજ ડિસ્ચાર્જની સંખ્યા શૂન્ય હતી. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42774 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 49 દર્દી સારવાર હેઠળ છે.

રાજકોટમાં રોજના 8થી 9 હજારને વેક્સિન આપવાનું બાંધણું
રાજકોટ મહાનગરમાં રસીકરણ કેન્દ્રો પર લાઇન યથાવત્ જોવા મળે છે. ત્રણ દિવસના વેકેશન બાદ શનિવારથી માંડ વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે રોજના 8થી 9 હજાર ડોઝની મર્યાદાનું બાંધણું થઇ ગયું હોય એવી સ્થિતિ છે. નાગરિકોની જાગૃતિનાં દૃશ્યો હવે લાચારીભર્યા બની ગયાં છે. રાજ્ય સરકાર રોજ 8-9 હજારની લિમિટમાં જ વેક્સિન મોકલે છે, જેને આધારે રોજેરોજનું રસીકરણ અને સેશન સાઇટ આગલી રાત્રે નક્કી કરવાં પડે છે.

ઔદ્યોગિક વિસ્તારોમાં 100% વેક્સિનેશન માટે ઝુંબેશ ચલાવવા કલેક્ટરની બેઠક
કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરુ થાય તે પહેલા રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ તમામ ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાયેલા શ્રમિકો, કમર્ચારીઓ સહિત તમામ લોકોનું રસીકરણ પૂર્ણ કરવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અનુરોધ કર્યો છે. આજરોજ કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત જિલ્લા તેમજ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ આપતા કલેક્ટરે વિવિધ વસાહતોમાં ખાસ ડ્રાઈવ યોજી રસીકરણથી એક પણ વ્યક્તિ બાકી ન રહે તે માટે ખાસ ઝુંબેશ ઉપાડી વહેલામાં વહેલી તકે વેક્સિનેશન પૂર્ણ કરવા એક્શન પ્લાન ઘડવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...