કોરોના રાજકોટ LIVE:નવા 38 કેસ દાખલ, પોઝિટિવિટી રેઈટ 3.40% એ પહોંચ્યો, 301 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં આજે નવા 38 કેસ દાખલ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા 301 થઈ છે. જેને પગલે કુલ કેસનો આંક 64664 થયો છે.

આરોગ્ય કેન્દ્રમાં 38, પોઝિટિવ બાકી ખાનગી લેબના
રાજકોટ શહેરમાં બુધવારે કોરોનાના એક સાથે 84 કેસ નોંધાયા હતા. મંગળવારે 31 કેસ નોંધાયા હતા. એક સાથે કેસની સંખ્યા વધી જવા મામલે જાણવા મળ્યું હતું કે, રાજકોટમાં ખાનગી લેબમાં ટેસ્ટની સંખ્યા ખૂબ વધી છે. હાલ જે 84 પોઝિટિવ આવ્યા છે તેમાંથી 38 દર્દી આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યારે બાકીના તમામે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યા છે. ખાનગી લેબમાં સંખ્યા વધવા મામલે તપાસ કરતા જોવા મળ્યું હતું કે, હાલ ખાનગી હોસ્પિટલમાં તબીબો તાવ-શરદીના સામાન્ય લક્ષણોમાં પણ કોરોનાના ટેસ્ટનો આગ્રહ રાખતા થઈ ગયા છે, જેને કારણે કોરોનાના સામાન્ય લક્ષણો હોય તેના રિપોર્ટ આવી રહ્યા છે.

સોમવારે 19 અને રવિવારે 34 કેસ નોંધાયા હતા
સોમવારે 19 કેસ નોંધાયા હતા. જ્યારે 44 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કર્યા હતા. રાજકોટ શહેરમાં રવિવારે 34 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 11 વોર્ડ નં. 8ના જ હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય છે, તેમાં વોર્ડ નં. 11 મોખરે હોય છે. હજુ પણ વેસ્ટ ઝોનમાં જ કેસ છે અને વોર્ડ નં. 10 અને 11 મોખરે છે. તેમાં પણ નાનામવા, નંદનવન અને શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારોમાં વધુ છે. રવિવારે વેક્સિનેશન ચાલુ રાખતા દોઢ વર્ષ બાદ 21434 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

શનિવારે 23 અને શુક્રવારે 29 કેસ નોંધાયા
શનિવારે શહેરમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીએ કોરોના હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે કોરોનાના નવા 29 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં 10 વર્ષથી નાના 3 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 25 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજકોટ શહેરમાં તહેવાર નજીક આવી રહ્યા છે તે સમયે કેસની સંખ્યા વધીને 50 સુધી પહોંચી ગઈ હતી પણ ફરી કેસની સંખ્યા ઘટવા લાગી છે. તબીબો જણાવી રહ્યા છે કે, કોરોનાના કેસમાં ધીમો વધારો આવી રહ્યો છે પણ સતત કેસ વધ-ઘટ થતા હોવાથી લહેર આવશે કે નહીં તેનો અંદાજ હજુ લગાવી શકાય તેમ નથી.

ગુરૂવારે 43 કેસ આ વિસ્તારમાં નોંધાયા
રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 43 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 36ને ડિસ્ચાર્જ કરાયા હતા. સતત ત્રીજા દિવસે ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધારે રહેતા એક્ટિવ કેસનો આંક પણ વધ્યો છે. શહેરમાં પત્રકાર સોસાયટી, મોમ્બાસા એવન્યુ, હસનવાડી, પંચનાથ પ્લોટ, વિજય પ્લોટ, રામનાથ પરા, ચંદ્રનગર, શાંતિનગર, મણી નગર, જ્યોતિ નગર,પૂજા પાર્ક, લક્ષ્મી પાર્ક, ધર્મરાજ પાર્ક, ગોલ્ડન પાર્ક, અમૃત પાર્ક,વિક્રાંતિ, શ્રી ગણેશ, સોમનાથ, ગોપાલ ચોક, ભવનાથ, હુડકો, રેવ હેવન, ઋષિકેશ એકસોટીકા, યોગી નિકેતન, સદગુરુ ટાવર, વિનોદ આવાસ, ધારેશ્વર, ગોલ્ડન નેસ્ટ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, શ્રોફ રોડ, કાલાવડ રોડ, આશાપુરા રોડ, દૂધ સાગર રોડ વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...