રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે તેવામાં ગત સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઝાડા-ઊલટીના કેસ વધ્યા હતા અને 10 એપ્રિલ સુધીના સપ્તાહમાં 147 કેસ હતા જે તે પહેલાના સપ્તાહ કરતા બમણા હતા. 18મીએ પૂરા થતા સપ્તાહે ગરમીનો પારો વધ્યો હતો પણ ઝાડા-ઊલટી જેવા રોગમાં ઘટાડો આવ્યો છે અને 104 કેસ આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં લૂ લાગવા તેમજ ગરમીને કારણે ગભરામણ થવી, ડિહાઈડ્રેશન, બેશુદ્ધ થવા સહિતના કેસની સંખ્યા ક્રમશ: વધી હતી. જો કે હવે કેસ ઘટી રહ્યા છે. તબીબો જણાવે છે કે, એપ્રિલ માસની શરૂઆતમાં એકદમથી ગરમીમાં વધારો થયો હતો જેને કારણે ઘણા લોકો લૂની ઝપટમાં આવી ગયા હતા આ ઉપરાંત ગરમીથી ઠંડક મેળવવા તુરંત જ ઠંડું પાણી તેમજ બજારમાં મળતા હલકી ગુણવત્તાના શરબત લેતા ઝાડાની સમસ્યા વધી હતી.
હવે તે ગરમીથી બચવા લોકોએ પ્રયાસ ચાલુ કર્યા છે જોકે તાપમાન ચાલુ વર્ષે પ્રથમ વખત 44 ડિગ્રીએ પહોંચશે ત્યારે ફરી આવા કેસમાં વધારો થાય તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.