તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મ્યુકરમાઈકોસિસના કેસ ઘટ્યા, રોજ 8 નવા દર્દી દાખલ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 471 સિવિલ અને 184 સમસરમાં સારવાર હેઠળ
  • 342ની સર્જરી થઈ, સિવિલમાં એકસાથે 8 ઓપરેશન કરવામાં આવશે : ડો. ત્રિવેદી

રાજકોટમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા એકદમથી વધી હતી. એક જ દિવસમાં 80 દર્દી દાખલ થયાનો રેકોર્ડ બન્યો હતો અને ત્યારબાદ 50 દર્દી રોજ દાખલ થતા સંખ્યા 750ની નજીક આવી ગઈ હતી. જોકે હવે તે સંખ્યા ઘટી છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર દાખલ થતા દર્દીઓની સંખ્યા હવે ઘટી રહી છે. દૈનિક 8 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 342ની સર્જરી થઈ ચૂકી છે તેમજ સિવિલમાં 472 જ્યારે સમરસમાં 184 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હજુ સુધી ડિસ્ચાર્જ રેશિયો ઘણો ઓછો હતો પણ હવે બે દિવસમાં ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. પહેલા 5 ઓપરેશન એકસાથે થતા હતા એક ઓપરેશન થિયેટર વધારી 6 કરી દેવાયા છે. આવતા સપ્તાહે વધુ બે થિયેટર વધારીને એક જ સમયે 8 ઓપરેશન થાય તેવું આયોજન છે. હાલ દરરોજ 18થી 20 સર્જરી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...