ચેતવણી:ગોંડલમાં સો.મીડિયા પર વીડિયો કોલ મારફત નગ્ન ફોટા અને વીડિયો કેપ્ચર કરી લેવાના કિસ્સાઓ વધ્યા

ગોંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘણા યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા

21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. તાજેતરમાં પોર્ન સાઇટ જોવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે ધમકી પણ અપાય છે કે જો માગ્યા મોઢે રૂપિયા નહીં આપો તો તમારા નગ્ન ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવશે. ગોંડલમાં ઘણા યુવાનો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

યુવાનનું વીડિયો શુટીંગ અને ફોટોગ્રાફી કરાય છે
ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ, કૈલાશબાગ સોસાયટી, ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરના અન્ય વિસ્તારમાં રહેતા પોર્ન સાઇટ જોવાના શોખીન યુવાનો વયસ્કો છેતરાવા સાથે લાખો રૂપિયાના તોડનો ભોગ બન્યા છે. પોર્ન સાઇટ ઉપર લાઈવ સુંદરી આવતી હોય છે અને જોનારને ઓફર કરે છે કે વસ્ત્રો ઉતારવાની ઓફર કરે છે, આવેશમાં આવેલા ઘણા લોકો હવે ભૂલ કરી જતા હોય છે. સામેથી યુવાનનું વીડિયો શુટીંગ અને ફોટોગ્રાફી કરી લેવામાં આવે છે.

પોર્ન સાઇટ જોવાનું ટાળો અન્યથા તમે છેતરપિંડીનો ભોગ બનશો
ગણતરીની મિનીટો પછી તુરંત જ ધમકીભર્યા SMS આવે છે અને પૈસાની માંગ કરાય છે. જો માંગ સંતોષવામાં ન આવે તો તમારા નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાનું જણાવાય છે. આ બનાવો અંગે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે, પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે. બે-ચાર કિસ્સાઓમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો પણ થઈ છે. આ તકે યુવાનો અને વયસ્કોને ખાસ સુચના આપવામાં આવે છે કે આવી પોર્ન સાઇટ જોવાનું ટાળો અન્યથા તમે છેતરપિંડીનો ભોગ બનશો.

( હિમાંશુ પુરોહિત,ગોંડલ ​​​​​​)