તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં બેકાબૂ:રાજકોટમાં કેસ વધ્યા, એક દી’માં 151, ચોવીસ કલાકમાં આઠનાં મોત

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ફરી વખત 150ની ઉપર જવાની શરૂ થઈ છે. શનિવારે રાજકોટ શહેરમાં 98 અને ગ્રામ્ય વિસ્તારોમાં 53 સહિત નવા 151 કેસ આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 15929 થઈ છે અને રવિવાર સુધીમાં 16000 પણ થઈ જશે. બીજી તરફ 2600માંથી 1945 કોરોના બેડ સારવાર માટે ઉપલબ્ધ છે આ આંક સતત ઘટતો જાય છે એટલે કે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે.રાજકોટમાં નવા કેસની સાથોસાથ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પણ વધ્યા છે. જો કે શહેર કરતા કેસ ઓછા હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં ચારગણા વધુ ઝોન જાહેર કરાયા છે. શહેરમાં 70 જયારે ગ્રામ્યમાં 333 ઝોન છે.

રાજ્યના આરોગ્ય વિભાગે નવો પરિપત્ર જારી કર્યો છે કે જે પણ સિમ્ટોમેટિક દર્દીના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તેના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવાના રહેશે. અમુક કિસ્સામાં સ્વાઈન ફ્લૂનો પણ ટેસ્ટ કરવા કહ્યું છે. રાજકોટમાં રોજના 1000 કરતા વધુ રેપિડ ટેસ્ટ થાય છે તેથી જો નેગેટિવ આવનારના લેબ ટેસ્ટ કરવા માટે તો સરકારી લેબ પર ઘણું ભારણ આવી જાય તેમ છે. આ મામલે શું કરવું તેની રણનીતિ નક્કી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...