હવે સૌરાષ્ટ્ર યુનિ.ની માગ:ABVP, NSUI, યુવક કોંગ્રેસ અને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ સામેના કોર્ટ કેસ પાછા ખેંચોઃ શિક્ષણ વિદ્યાશાખાના ડીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટ (ફાઇલ તસવીર). - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાશાખાના ડીન ડો.નિદત બારોટ (ફાઇલ તસવીર).
  • ભાજપ મહિલા પાંખ અને કોંગ્રેસ મહિલા પાંખની મહિલાઓ સામેના કેસોને પણ પરત ખેંચવામાં આવે

પાટીદાર, ક્ષત્રિય અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીને ડો. નિદત બારોટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (ABVP), NSUI, યુવક કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ સામે થયેલા જુદા જુદા કોર્ટ કેસ પાછા ખેંચવા રજૂઆત કરી છે.

કાર્યકર્તાઓ જાહેર જીવનના પ્રશ્નોની રજુઆત લોકશાહી ઢબે કરતા હોય છે
નિદત બારોટે મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે રાજકીય પક્ષો કાર્યરત છે. આ બંને રાજકીય પક્ષોની વિદ્યાર્થી અને યુવાનો માટેની પાંખ એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, NSUI, યુવક કોંગ્રેસ અને ભારતીય જનતા યુવા મોરચો. આ યુવા કાર્યકર્તાઓ સમાજ જીવનના અને જાહેર જીવનના પ્રશ્નોની રજૂઆત લોકશાહી ઢબે કરતા હોય છે. આપણી વ્યવસ્થા મુજબ આ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્રો આપવા, ધરણા કરવા, બંધના એલાન આપવા, જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરવી, પૂતળા દહન કરવું વગેરે કાર્યક્રમો થતા રહે છે.

કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇ આંદોલન કરતા હોય છે
વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યકર્તાઓની ઉંમર મહદઅંશે 30 વર્ષથી ઓછી હોય છે. આ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો, વિદ્યાર્થીઓને થતા અન્યાય, કેટલીક વખતે મોંઘવારી વિરૂદ્ધના આંદોલનો અથવા સમાજના મોટાભાગને સ્પર્શતી મુશ્કેલીઓની વાચા આપવા માટે આંદોલનાત્મક કાર્યક્રમો કરે છે. કાયદો વ્યવસ્થાની પ્રક્રિયાને ધ્યાને લેતા આ કાર્યકર્તાઓ ઉપર સુલેહ શાંતિનો ભંગ, રાયોટિંગ, જાહેરનામાનો ભંગ સહિત જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે. કેટલીક વખતે સત્તા પર બેઠેલી રાજકીય પાર્ટીઓ કિન્નાખોરીપૂર્વક કાર્યકર્તાઓ સામે પોલીસ પર દબાણ લાવીને બિનજામીન લાયક કલમો લગાડતા હોય છે.

ડો.નિદત બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી.
ડો.નિદત બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી.

અનેક કાર્યકર્તાઓના પાસપોર્ટ રિન્યુ કરવા માટેની પ્રક્રિયા ખોરંભાઇ છે
લોકોના પ્રશ્નો માટે ઝઝૂમતા બંને પક્ષના કાર્યકર્તાઓ આવા અનેક કેસોમાં સમગ્ર ગુજરાતમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ કોર્ટમાં ધક્કા ખાતા જોવા મળે છે. આ કાર્યકર્તાઓને સરકારી નોકરી મેળવતી વખતે પોલીસના નો ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાના હોય એમાં પણ મુશ્કેલી અનુભવે છે. અનેક કાર્યકર્તાઓના પાસપોર્ટ રિન્યુ કરવા માટેની પ્રક્રિયા ખોરંભે પડી છે. વિદેશ જવું હોય તો પણ કોર્ટની મંજૂરીની વિધિ કરવી પડે છે.

મહિલા પાંખની કાર્યકર્તાઓ સામેના કેસો પાછા ખેંચો
આપની સરકાર કોર્ટમાં પડતર જુદા જુદા પ્રકારના કેસ પાછા ખેંચવા આગળ વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના બંને રાજકીય પક્ષની ઉપરોક્ત ચારેય પાંખ ઉપરાંત ભારતીય જનતા પક્ષ મહિલા પાંખ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહિલા પાંખની મહિલા સામેના જુદી જુદી કોર્ટમાં પડતર કેસોને પણ પરત ખેંચવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...