તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોજદારી કેસ:મજૂરોને 9.66 લાખનું વળતર ન ચૂકવનાર 18 ઉદ્યોગપતિ સામે કેસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં મજૂરોને પગાર નહીં આપતા ફરિયાદ થઇ હતી

કોરોનાની મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં મજૂરોને ચાલુ વેતને રજા આપવાનો આદેશ હોવા છતાં આ આદેશનો રાજકોટ જિલ્લાના ઉદ્યોગપતિ અને કોન્ટ્રાકટરોએ ભંગ કરીને કર્મચારીઓનો પગાર કાપી લીધા હતા. આવા ઉદ્યોગપતિ અને કોન્ટ્રાકટરો સામે ફરિયાદ થઇ હતી. જે પૈકી કુલ 18 ઉદ્યોગપતિ અને કોન્ટ્રાકટરો સામે ફોજદારી કેસ દાખલ થયા હતા.

આ સિવાય 90 કર્મચારીઓને આખા વર્ષમાં રૂ. 9.66 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં મજૂરોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરાઇ હતી. જેમાં 23 ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રૂ. 1,26,232નું વળતર ચૂકવાયું છે. જ્યારે કુલ ફરિયાદ 105 થઇ છે.

અધિકારી. કે.જી.પંડયાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધુ ફરિયાદ આવી હતી. જ્યારે બીજી લહેરમાં કારખાના અને ઔદ્યોગિક એકમો ચાલુ હોવાથી તેમાં ફરિયાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. સામાન્ય રીતે કર્મચારીઓ તરફથી જે ફરિયાદ આવે છે તે પૈકી 90 ટકા ફરિયાદ પગાર નહિ મળવાની હોય છે.જ્યારે બાકીની 10 ટકા અન્ય પ્રકારની ફરિયાદ હોય છે.

શો રૂમ, દુકાન, કારખાના, ઔદ્યોગિક એકમો, હોસ્પિટલમાં કામ કરતા તમામ કર્મચારીઓ તરફથી ફરિયાદ આવે છે. જે ફરિયાદ આવે તેમાં સૌ પહેલા તથ્ય તપાસવામાં આવે છે. કેટલાક કિસ્સામાં એવુ હોય છે કે, કર્મચારીઓ ખોટા હોય છે કયારેક માલિકો તરફથી થતા બચાવ ખોટા સાબિત થતા હોય છે.જે કેસમાં સમાધાન થતું નથી તેવા કિસ્સામાં પછી કોર્ટ કાર્યવાહી થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...