તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:જિયો દિલસે અવૉર્ડ્સ સિઝન-9માં સન્માનિત થશે કૉરોના વૉરિયર્સ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘર બેઠાં જોઈ શકશો 28 માર્ચે જિયો દિલસે અવૉર્ડ્સની પહેલી ડિજિટલ આવૃત્તિ

વર્ષ 2020 ભલે વીતી ચૂક્યું હોય,પણ ગયા વર્ષનાં સ્મરણો આજે પણ આપણી યાદમાં તાજા છે.આપણામાંથી કોઈપણ આ મહામારી માટે તૈયાર ન્હોતું અને દરેકને એકબીજાની મદદની આવશ્યકતા હતી અને આવી પરિસ્થિતિમાં આગળ આવ્યા કૉરોના વૉરિયર્સ, કે જેમણે નિઃસ્વાર્થ ભાવે દરેકની મદદ કરી. LIC પ્રસ્તુત 94.3 માય એફએમ જિયો દિલસે અવૉર્ડ્સ સીઝન-9 સમર્પિત છે,આવા જ કૉરોના વૉરિયર્સને,જેઓ હંમેશા બીજાની મદદ અને સમાજ માટે એક હકારાત્મક ઉદ્દેશને પહોંચાડવામાં વિશ્વાસ દાખવતા હોય.

જિયો દિલ સે અવૉર્ડ્સની પહેલી ડિજિટલ આવૃત્તિમાં દેશનાં વિવિધ ક્ષેત્રોમાંથી કોરોના વૉરિયર્સને સમ્માનિત કરવામાં આવશે અને એમની પાસેથી જાણીશું કે કેટલી વિકટ પરિસ્થિતિમાંથી તેઓ પસાર થયા અને કેટલી મુશ્કેલ રહી એમની આ યાત્રા. સાથે સાથે રાગિણી મક્કડ કરશે સુંદર કથ્થક નૃત્ય અને સચેત-પરંપરા જમાવશે સૂરોની મહેફિલ,તો 28 માર્ચનાં રોજ સાંજે 5 વાગ્યાથી LIC પ્રસ્તુત 94.3 માય એફએમ જિયો દિલસે અવૉર્ડ્સ સીઝન-9ની અવૉર્ડ સેરેમનીમાં જોડાવાનું ભૂલી ન જતા.સાથે 94.3 માય એફએમનાં ફેસબુક પૅજ અને 94.3 માય એફએમ આર.જેસનાં ફેસબુક પૅજ પર તમે અવૉર્ડ સેરેમની નિહાળી શકો છો.

94.3 માય એફએમ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે કોરોનાકાળમાં લોકોએ વેઠેલી હાલાકી અને ખાસ કરીને કોરોના વોરિયર્સ જે પરિસ્થિતિમાંથી પસાર થયા, જે મુશ્કેલી વેઠી તેની પણ આ ડિજિટલ આવૃત્તિમાં જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો