તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:કોરોનાનો કાળો કહેર, 24 કલાકમાં 76 દર્દીના મોત, નવા કેસ 550ને પાર

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 35521 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાય રહ્યો છે. પણ મોતમાં કાળો કેર વર્તાવ્યો હયો તેમ મોતનો સીલસીલો યથાવત છે. શહેરમાં 24 કલાકમાં 76 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 72 દર્દીના મોત થયા હતા. પરંતુ ડેથ ઓડિટ કમિટીમાં 14 દર્દીના મોત કોવિડમાં થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આજે નવા 593 કેસ નોધાયા છે.

શહેરમાં કુલ કેસની સંખ્યા 35521 પર પહોંચી
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં બે દિવસમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 35521 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3738 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 498 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

સરકારને ગામડે સીસીસી સેન્ટર ખોલવા છે પણ કંઇ આપવું નથી
ગામો-ગામ કોરોનાની ચેઈન તોડવી એ સરકારનો લક્ષ્ય છે, ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ દરેક ગામમાં સીસીસી કેન્દ્ર ઊભા કરવા પણ જણાવ્યું છે, જે કામ અગામી 2 દિવસમાં પૂર્ણ કરવા માટે તાકીદ પણ કરવામાં આવી છે. એક તરફ જે યોજના અમલી બનાવી છે તે સારી છે, પરંતુ બીજી તરફ જે નક્કર આયોજન થવું જોઈએ તે માટે તંત્ર હજુ અસમંજસની સ્થિતિમાં છે. જેમાં સીસીસી કેન્દ્રો ઊભા કરવા માટેનો ખર્ચ કોણ ભોગવશે, શું લોકભાગીદારીથી થનારા કામમાં લોકો સાથ આપશે, શું હળવા કોવિડ લક્ષણ ધરાવતા લોકો સીસીસી કેન્દ્રોમાં જશે? જે અંગે હાલ ગંભીર વિચારણા પણ થઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો