તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ફેરિયાઓ, હેર સલૂન, કરિયાણા, ડેરીના વેપારીના હેલ્થ કેમ્પમાં કાર્ડ ખૂટી પડ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 900ના ચેકઅપ કરાયા તેમાંથી 2 પોઝિટિવ

મનપાએ સુપર સ્પ્રેડરને અટકાવવા માટે ફેરિયા, હેર સલૂન સંચાલક, કરિયાણા, ડેરીના વેપારીઓ માટે જુદા જુદા સ્થળો પર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું, પરંતુ વેપારીઓએ કેમ્પમાં જવામાં રસ નહીં દાખવતા મનપાએ કડક વલણ શરૂ કર્યું હતું. જેના પગલે મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં હેલ્થ કાર્ડ મોટે વેપારીઓ ઊમટી પડતા કાર્ડ ખૂટી પડ્યા હતા. ગુંદાવાડીમાં કાર્ડ વગર વેપાર કરતા માર્કેટ બંધ કરાવી હતી.

હેલ્થ કેમ્પમાં 900થી વધુને ચેકઅપમાં માત્ર બે પોઝિટિવ કેસ મળ્યા છે. કેમ્પમાં મોટી સંખ્યામાં ફેરિયા, વેપારીઓ ઊમટી પડતા હેલ્થ કાર્ડ ખૂટી પડ્યા હતા. જો કે બાદમાં કાર્ડ મગાવી લેવામાં આવ્યા હતા. ગુંદાવાડીમાં કાર્ડ વગર વેપાર ધંધો કરતા શાક માર્કેટ બંધ કરાવતા દેકારો બોલી ગયો હતો. ગુંદાવડીના વેપારીઓએ મેયરને આ અંગે રજૂઆત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...