ક્રાઇમ:નાનામવા રોડ પર કારમાં તોડફોડ, એક વ્યક્તિને ઇજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ કુટુંબના બે જૂથ હોવાની પોલીસને શંકા

નાનામવા રોડ પર ગુરુવારે રાતે કારમાં તોડફોડ અને હુમલા કરતા નાસભાગ મચી ગઇ હતી. ગુરુવારે રાતે લૂંટની ઘટનાને પગલે પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે સમયે કારમાં તોડફોડ અને હુમલાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા પોલીસના પીએસઆઇ રાજપુરોહિત સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીએસઆઇના જણાવ્યા મુજબ વસંતબેનને તેના ભત્રીજા સાથે કોઇ મુદ્દે માથાકૂટ ચાલે છે.

જે માથાકૂટનું સમાધાન કરવા માટે વસંતબેનને તેના ભત્રીજાએ સમાધાન માટે બોલાવ્યા હતા. જેથી વસંતબેન મેરૂભાઇ નામની વ્યક્તિ સાથે તેમની કારમાં નીકળ્યા હતા. ત્યારે વસંતબેનની કાર નાનામવા રોડ પર પહોંચતા ભત્રીજા સહિતનાઓએ કારને આંતરી હતી. અને ધોકા, પાઇપ, તલવાર જેવા હથિયારો સાથે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. જેમાં મેરૂભાઇ નામની વ્યક્તિને ઇજા થઇ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...