બર્નિંગ કાર:રાજકોટના યાજ્ઞિક રોડ પર કારમાં આગ લાગી, ચાલકનો આબાદ બચાવ, ફાયર વિભાગે કારની આગ પર કાબૂ મેળવ્યો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગ કાબૂ મેળવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ. - Divya Bhaskar
ફાયર વિભાગ કાબૂ મેળવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ.
  • આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી

રાજકોટના યાજ્ઞિક રોડ પર માલવિયા ચોક નજીક એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જે બાદ ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ કાર આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઇ ગઈ હતી.

કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી.
કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી.

સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી
પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ પર માલવિયા ચોક નજીક અચાનક કારમાં આગ લગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. આજે સાંજના સમયે 7 વાગ્યા આસપાસ અચાનક કારમાં આગ લગતા સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો.
ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો.

કાર આગમાં બળીને ખાખ
ઉલ્લેખનીય છે કે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઇ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં કાર સીનેજી હોવાનું અને શોટસર્કિટ થવાના કારણે એન્જીનના ભાગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.