રાજકોટ:કેકેવી ચોક પાસે બ્રેક ન લાગતા BRTS બસ કાર સાથે અથડાઇ, જાનહાનિ ટળી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારના એક બાજુના ભાગને નુકસાન પહોંચ્યું - Divya Bhaskar
કારના એક બાજુના ભાગને નુકસાન પહોંચ્યું
  • કારના એક બાજુના ભાગને નુકસાન પહોંચ્યું

રાજકોટમાં કેકેવી ચોક પાસે બ્રેક ન લાગતા BRTS બસ કાર સાથે અથડાઇ હતી. આથી કારના એક બાજુના ભાગને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ બનાવમાં જાનહાનિ સર્જાઇ નથી. કેકેવી ચોકમાં સિગ્નલ પર સાઇડ ખોલી દેતા વાહનો નીકળતા હતા તે સમયે બસ પસાર થતા અકસ્માત સર્જાયો હતો.  ઘટનાને પગલે લોકોના ટોળા અકત્ર થઇ ગયા હતા. જો કે પોલીસે ટોળાને વિખેર્યું હતું.