તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડગલેને પગલે પોલીસનો જયાં બંદોબસ્ત હોય છે તેવા સંવેદનશીલ મતદાન કેન્દ્રમાં ઘૂસી બૂથ કેપ્ચરિંગ કરી ઈવીએમ તોડનાર 12 શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ચૈતન્યભાઇ જશવંતભાઇ કળશિયાએ ફરિયાદ નોંધાવી હતી.
ચૈતન્યભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે વોર્ડ નં.11ના શાળા નં.95માં આવેલા મતદાન મથકના બૂથ નં.2માં પોતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સાંજે ચાર વાગ્યાના અરસામાં 10 થી 12 શખ્સ બુકાનીબાંધીને આવ્યા હતા અને બૂથમાં ઘૂસી તમે બોગસ મતદાન કરાવો છો તેમ કહી ગાળો ભાંડી હતી અને એક ઇવીએમ તથા બે મતકુટીર તોડી નાખ્યા હતા અને બે ઇવીએમના વાયર કાઢી નાખી 45 મિનિટ સુધી ધમાલ કરીને મતદાન અટકાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી 12 શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
પહેલા માનભેર જવા દેવાયા હવે પોલીસ તેની શોધ કરશે
વોર્ડ નં.11માં શાળા નં.95નું મતદાન કેન્દ્ર સંવેદનશીલ મતદાન કેન્દ્રની યાદીમાં હતું, સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર અન્ય કેન્દ્ર કરતા વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, મતદાન ચાલુ હતું અને સાંજે 4 વાગ્યે 12 શખ્સ કાળા રંગની નંબર પ્લેટ વગરની કારમાં ધસી જાય છે, બુકાનીધારી શખ્સો કોઇપણ રોકટોક વગર બૂથમાં પહોંચે છે અને જતાની સાથે જ પોતાના ઇરાદા મુજબ પ્રિસાઇડિંગ ઓફિસરને ધક્કામુક્કી કરી ઇવીએમના ઘા કરવા લાગે છે.
45 મિનિટ સુધી લોકશાહીનું ગળું દબાવવાનું ઘોર કૃત્ય કરવામાં આવી રહ્યું હતું, હોહા અને દેકારો મચતો હતો, રાઇફલ અને ધોકા સાથે પોલીસ હાજર હતી પરંતુ આ તત્ત્વોને કોઇ અટકાવી શક્યું નહોતું, આ ઘટનાને કારણે 1 કલાક સુધી મતદાન બંધ રહ્યું, જે શખ્સોએ ધમાલ કરી તે શખ્સો કાલાવડ રોડ પર આવેલી હોસ્ટેલમાં પડ્યા પાથર્યા રહેતા અને અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સો હતા તેવી વાત ત્યાં હાજર લોકોમાં ચર્ચાતી હતી.
પોલીસ પણ આ લોકોને ઓળખે છે છતાં તેને અટકાવ્યા કેમ નહીં?, જવા દીધા બાદ તેને ગણતરીની મિનિટમાં પકડ્યા કેમ નહીં?, ધમાલ કરનાર ગેંગના સૂત્રધાર, રાજકીય આગેવાન અને ચોક્કસ પોલીસ અધિકારીના મોબાઇલ ડિટેઇલ ચેક કરવામાં આવે તો આખું ચિત્ર સ્પષ્ટ થઇ જાય પરંતુ કાયદાના રખેવાળ જ લુખ્ખાઓનો હાથો બને અથવા રાજકીય પક્ષને ખુશ રાખવા લુખ્ખાઓને પ્રોત્સાહન આપે તો શહેરની સ્થિતિ આગામી દિવસોમાં કેવી થશે તે સૌ કોઇ શહેરીજનોએ વિચારવા જેવું છે.
EVM તોડ્યા છતાં સ્થિતિ બગડી નથી તેવી નોંધ કરતા ચૂંટણી અધિકારી
મતના આંક જાહેર કરવા માટે તંત્ર દ્વારા ખાસ પત્રક બનાવાય છે જેમાં તમામ વિગતો બતાવવાની હોય છે. તેમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે કે કેમ? હા કે ના? તેનો ઉત્તર આપવાનો હોય છે. ઈવીએમ તૂટ્યા તે વોર્ડ નં. 11માં આ ખાનામાં ‘ના’ ઉત્તર લખ્યું છે. રિટર્નિંગ ઓફિસર સુનિલ ચૌધરી(જિલ્લા રજિસ્ટ્રાર) સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘મતદાન અટક્યું હતું પણ ફરીથી ચાલુ કરી દેવાયું હતું.’ તેમની પાસે ના પાડવા પાછળ માત્ર આ જ તર્ક હતો.
ચોપડે આ ઘટના નોંધાઈ નથી પણ કલેક્ટરને આ મામલે રિપોર્ટ અલગથી કરાયાનું કહ્યું હતું જ્યારે સાંજના સમયે ફરિયાદ પણ નોંધાવાઈ છે. રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ સાથે આ બાબતે પ્રશ્ન કરાતા તેમણે કહ્યું હતું કે, ‘મતદાન ખોરવાયું હોય અને હાજર લોકો મત આપી ન શક્યા હોય વંચિત રહ્યા હોય તો તે ગંભીર બાબત કહી શકાય આ મામલે રિટર્નિંગ ઓફિસરે ગંભીરતા સમજીને નક્કી કરીને રિપોર્ટ કરવાનો હોય છે.’
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.