તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાતિ વાઈઝ બેઠક શરૂ:ઉમેદવારો જ્ઞાતિના અગ્રણીને ગુપચુપ મળે છે, અટક જોઇ મતદાન કરવા કહી રહ્યા છે

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગત ચૂંટણીમાં 4 વોર્ડમાં ક્રોસ વોટિંગ, આ વખતે સાથી ઉમેદવારના જ્ઞાતિ ગણિત પર રખાઈ રહી છે વોચ
 • ચૂંટણી જીતવા માટે સક્ષમ મનાતા બન્ને પક્ષના ઉમેદવારો પક્ષ કરતા જ્ઞાતિના લોકોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં 293 ઉમેદવાર વચ્ચે જંગ ચાલી રહી છે. જેમાં હવે આ લડાઇ નવું સ્વરૂપ લઇ રહ્યું છે જેના કારણે એક જ પક્ષ અને પેનલમાં રહેલા ઉમેદવારોને હવે ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. રાજકોટમાં ગત ચૂંટણીમાં ચાર વોર્ડમાં ક્રોસ વોટિંગ થયું હતું. આ વખતે ઉમેદવારો જ પોતાની જ્ઞાતિના આગેવાનોને ફોન કરી રહ્યા છે અને ચૂંટણીમાં પોતાની તરફે મતદાન કરવા વોટ્સએપ ગ્રૂપ અને અન્ય સોશિયલ મીડિયા તેમજ બેઠક કરવા કહી રહ્યા છે. જ્ઞાતિના આગેવાનોએ પણ સોસાયટીઓમાં બેઠક શરૂ કરી દીધી છે અને પક્ષનું નિશાન નહીં પણ અટક જોઇ મતદાન કરવા વ્હિપ આપી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની 2015ની ચૂંટણીમાં ચાર વોર્ડમાં ક્રોસ વોટિંગ થયું હતું. જેમાં વોર્ડ નં.4માં એક બેઠક પર અશ્વિન મોલિયા અને ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા, વોર્ડ નં.10માં કોંગ્રેસના મનસુખ કાલરિયા વિજેતા થયા હતા અને બાકીના ત્રણ ભાજપના વિજેતા થયા, વોર્ડ નં.13માં ભાજપના જયાબેન ડાંગર અને વોર્ડ નં.17માં ભાજપના અનિતાબેન ગોસ્વામી એક જ વિજેતા થયા હતા. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ ક્રોસ વોટિંગ થવાનો ડર રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓને આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વધુ થવાનો ડર છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જો ક્રોસ વોટિંગ થશે તો અનેક વોર્ડમાં પેનલના વિજેતા થવાના બદલે જે તે જ્ઞાતિના ઉમેદવાર જ વિજેતા થશે. ઉમેદવારો હરીફથી નહીં પણ પોતાની પેનલના સભ્યથી ભયભીતભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની તમામ 72 બેઠક પર પોતાની પેનલ ઊભી રાખી છે.

હવે મતદાનને એક સપ્તાહનો જ સમય બાકી હોવાથી અમુક ઉમેદવારો પોતાના સમાજની છત્રછાયમાં પહોંચી ગયા છે. સમાજના આગેવાનો પોતાની જ્ઞાતિના જ ઉમેદવારોને જ મત આપવા અપીલ કરી રહ્યા છે તેથી પોતાની પેનલના સભ્યથી ઉમેદવારો ભયભીત બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો