ચૂંટણી:રાજકોટમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારનો મેળો જોવા મળ્યો, આજે છેલ્લો દિવસ

રાજકોટ5 મહિનો પહેલા
7 ડિસેમ્બરે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
  • જિલ્લાની 541 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચાર દિવસમાં સરપંચ અને સભ્ય ઉમેદવાર તરીકે 2809 ફોર્મ ભરાયા

આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાને લઇ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાની 541 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે.

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભારે ધસારો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાની 541 ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે હાલ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો. 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી એમ કુલ 4 દિવસમાં સરપંચ તેમજ સભ્યના થઇને કુલ 2809 ફોર્મ ભરાયા છે. જેમાં સરપંચ માટે 589 અને સભ્ય માટે 2220 ફોર્મ ભરવામાં આવ્યા છે.

સરપંચ માટે 589 અને સભ્ય માટે 2220 ફોર્મ ભરવામાં આવ્યા
સરપંચ માટે 589 અને સભ્ય માટે 2220 ફોર્મ ભરવામાં આવ્યા

7 ડિસેમ્બરે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
ઉલ્લેખનીય છે કે આજ અને કાલે એમ બે દિવસ ફોર્મ ભરવામાં ધસારો જોવા મળી શકે તેમ છે. જોકે, ફાઇનલ ભરાયેલો આંકડો શનિવારે રાત્રે જાહેર કરવામાં આવશે. આ પછી ફોર્મ ચકાસણી થશે અને 7 ડિસેમ્બરના રોજ કુલ કેટલા ઉમેદવારો ગ્રામપંચાયતની ચૂંટણી માટે મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે.

ગોંડલના કમરકોટડા ગામે આંતરિક ચૂંટણી યોજી
ગોંડલ તાલુકાનાં સાડા બારસોની વસ્તી ધરાવતાં કમરકોટડા ગામે રાહ ચિંધતુ કદમ માંડ્યુ છે. કમરકોટડામાં સરપંચ પદની આગામી ટર્મ બક્ષીપંચ મહિલા અનામત છે. ચૂંટણી જાહેર થતાં પાંચ મહિલાઓ મેદાનમાં આવ્યા હતા. જે પૈકી બે મહિલાએ ચૂંટણી લડવાનું માંડી વાળતા ત્રણ મહિલાઓ ચૂંટણી લડવા મેદાનમાં હતી. બીજી બાજુ ગામનાં વડીલોએ ગામ સમરસ બને તેવાં પ્રયત્ન હાથ ધર્યા હતા. અંતે નક્કી એવું થયું કે આંતરિક ચૂંટણી કરી સરપંચ નક્કી કરવા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સરપંચ તરીકે ઇન્દુબેન ગોસાઇ ચૂંટાઇ આવ્યા
ત્રણેય મહિલા ઉમેદવારો સોનલબેન સાકરીયા, દેવુબેન બાંભવા અને ઇન્દુબેન ગોસાઇનાં નામનું બેલેટ પેપર તૈયાર કરાયું હતું. બાદમાં ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઇ હતી. જેમા ગામના ત્રણ નિવૃત્ત શિક્ષકોએ ચૂંટણી અધિકારીની ભૂમિકા નિભાવી હતી. 979 મતદારો પૈકી 510 મતદારોએ મતદાન કર્યુ હતું. સાંજે મતગણતરી થઈ અને સૌથી વધુ 285 મત મેળવનારાં ગોસાઇ ઇન્દુબેન સુખદેવગીરી સમસ્ત ગામવતી સરપંચ માટે નક્કી થયા હતા. હવે આજે ઇન્દુબેને સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અલબત્ત આ ફોર્માલીટી બાદ બિનહરિફ સરપંચ બનશે.

અન્ય સમાચારો પણ છે...