જામીન નામંજૂર:લેન્ડ ગ્રેબિંગ, દુષ્કર્મ અને ઠગાઇ કેસમાં આરોપીઓના જામીન રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની જુદી જુદી અદાલતે લેન્ડ ગ્રેબિંગ, અપહરણ-દુષ્કર્મ તેમજ ઠગાઇના કેસમાં સંડોવાયેલા આરોપીઓની જામીન અરજીને ફગાવી દઇ નામંજૂર કરી છે. વાજડીગઢ ગામે વાલજીભાઇ ગમારા અને તેના ભાઇએ સાથે મળી વાલજીભાઇ બાબુભાઇ ડાંગર પાસેથી જમીન ખરીદ કરી હતી. જે જમીન પર વાલજીભાઇ ડાંગરના ભાઇ કલ્પેશ બાબુભાઇ ડાંગરે કબજો જમાવી પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીએ જામીન પર છૂટવા સ્પે.કોર્ટમાં અરજી કરતા ફરિયાદપક્ષના એડવોકેટ સ્તવન જી. મહેતા, જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ વિરોધ કરી રજૂઆત કરતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

બીજા કેસમાં 13 વર્ષની તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા ચિરાગ ઘનશ્યામે જામીન અરજી કરી હતી. જેનો સરકારી વકીલ આબિદ સોશને વિરોધ કરી પૂરતો પુરાવો રેકર્ડ પર હોય જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ સ્પે.કોર્ટે આરોપીના જામીન રદ કર્યા છે. જ્યારે રામનાથપરા-10માં રહેતા શાહરુખ અસગરકમલ સીદીકીની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ સોની વેપારી પાસેથી ઘરેણાં બનાવવા સોનું મેળવ્યા બાદ ઘરેણાંમાં ધાતુ મિક્સ કરી છેતરપિંડી કરી હતી. આરોપીએ જામીન અરજી કરતા સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ વિરોધ કરી જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...