હાઇકોર્ટમાંથી લપડાક:સંજય દત્તના કેસને ટાંકીને કરેલી ડિફોલ્ટ બેઇલ અરજી રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ ગેંગના પાંચ આરોપીએ રાજકોટની સ્પે.અદાલતના ડિફોલ્ટ બેઇલ રદ કરતા ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી છે.

ભૂમાફિયા જયેશ પટેલ ગેંગના 16 પૈકી રાજ્યની જુદી જુદી જેલમાં રહેલા પાંચ સાગરીત એડવોકેટ વસંત માનસતા, યશપાલ જાડેજા, જશપાલ જાડેજા, જીગર આડતિયા અને નિલેશ ટોળિયાએ રાજકોટની ખાસ અદાલતમાં ડિફોલ્ટ બેઇલના સિદ્ધાંત હેઠળ જામીન અરજીઓ કરી હતી. જે અરજીમાં આરોપીઓએ ફિલ્મ અભિનેતા સંજય દત્તના કેસમા સુપ્રીમ કોર્ટે પ્રતિપાદિત કરેલી ડિફોલ્ટ બેઇલનો આધાર રાખ્યો હતો. ત્યારે જામીન અરજીઓની સુનાવણી દરમિયાન ખાસ ગુજસીટોકના કેસ માટે સ્પે.પી.પી. તરીકે નિમણૂક કરાયેલા સંજય કે.વોરાએ સુપ્રીમ કોર્ટે ફિલ્મ સ્ટાર સંજય દત્તના કેસમાં પોલીસ તપાસની સમયમર્યાદા પૂરી થયા બાદ પુરોગામી અસરથી સમયમર્યાદાનો વધારો માગેલ હતો. જામનગરના હાલના કેસમાં તપાસનીશ અધિકારીએ 90 દિવસની સમયમર્યાદા પૂરી થતા પહેલા વધુ 90 દિવસનો વધારો સમયસર માંગી લીધેલ છે.

આ સંજોગોમાં પોલીસ તપાસનો સમય વધારો કરી આપતા પહેલા આરોપીઓને નોટિસ કરવાનો સુપ્રીમ કોર્ટનો સંજય દત્તવાળા કેસનો ચુકાદો હાલના કેસમાં લાગુ પડતો નથી. રાજકોટની ખાસ અદાલતમાંથી ડિફોલ્ટ બેઇલની અરજી મંજૂર નહિ થતા પાંચેય આરોપીએ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટમાં સ્પે.પી.પી. મિતેશ અમીને પણ ખાસ અદાલતમાં થયેલી રજૂઆતને પુન:ઉચ્ચારી આરોપીઓની ડિફોલ્ટ બેઇલ અરજી રદ કરવા દલીલ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...