તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પનું આયોજન:યુનિ.ના સ્વિમિંગ પૂલમાં 17મીથી પ્રેક્ટિસ કરી શકાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતર કોલેજ સ્વિમિંગ માટે કેમ્પનું આયોજન

યુનિવર્સિટીનો સ્વિમિંગ પૂલ તા.7 ઓગસ્ટના રોજ ખૂલી રહ્યો છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધાના સ્પર્ધકો માટે જ દરરોજ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક તાલીમ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં સરકારની કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સ્વિમિંગ પૂલની કેપેસિટીના 60 ટકા તાલીમાર્થીઓ કેમ્પમાં જોડાશે.

આ અંગે શારીરિક શિક્ષણ નિયામકે જાહેર કર્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે સ્વિમિંગના જાણકાર છે, ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લીધેલ હોય, આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય અને હવે પછી યોજાનાર આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે કોવિડની પરિસ્થિતિને કારણે ઘણા સમયથી પ્રેક્ટિસ વિના રહેલ ખેલાડીઓને તરણનાં કૌશલ્યો અને કુશળતાઓ પુનઃપ્રાપ્ત કરી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા એક માસ માટે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 60% ની ક્ષમતામાં તરણનાં જાણકાર ખેલાડીઓ માટે તાલીમ કેમ્પનું આયોજન તા.17 ઓગસ્ટ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક દરમિયાન કરવામાં આવેલ છે. કેમ્પમાં ભાઈઓ-બહેનો માટે અલગ-અલગ બેચમાં વધુમાં વધુ 30ની સંખ્યામાં પ્રવેશ અપાશે. ઈચ્છુક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન તા.13 ઓગસ્ટ સુધીમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...