માર્ગદર્શન:ઘરઆંગણે શાકભાજીનું વાવેતર વધારવા અભિયાન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવા રહિત શાકભાજી મળે તે માટે માર્ગદર્શન

શાકભાજીના વાવેતરમાં દવાનો ઉપયોગ અટકે તે માટે વન ટ્રી ગ્રૂપે નવતર પ્રયોગ જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. લોકો ઘરઆંગણે જ શાકભાજીનું વાવેતર કરે તે હેતુથી દર અઠવાડિયે 20 સભ્યો 30 કિલોમીટર સુધી સાઇકલ લઇને પ્રભાતફેરીમાં નીકળશે. તેમજ જેને કિચન ગાર્ડનિંગ કરવું હશે તેને માર્ગદર્શન આપવામાં આવશે અને મદદ પણ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા વન ટ્રી ગ્રૂપના નવનીતભાઇ અગ્રાવતે જણાવ્યું હતું કે, આ પ્રભાતફેરીનો પ્રારંભ 14 નવેમ્બર રવિવારથી કરવામાં આવશે. પ્રભાતફેરીનો સમય સવારના 7.00 થી 9.00 નો રહેશે. આ પ્રભાતફેરી માટે દરેક રવિવારે અલગ- અલગ વિસ્તાર પસંદ કરવામાં આવશે. અને જ્યાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવશે તે વિસ્તારમાં રહેતા લોકોને ટેરેસ ગાર્ડનિંગ કેવી રીતે શરૂ થાય અને તેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ કોટિંગ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે.

આ પ્રભાતફેરીની શરૂઆત કિચન ગાર્ડનિંગના કોઇ એક સભ્યના ઘરેથી જ કરવામાં આવશે. આ સાઇકલ યાત્રાની સાથે- સાથે લોકોને પ્રદૂષણથી થતા ગેરફાયદા વિશે પણ માહિતગાર કરાશે. હાલ કિચન ગાર્ડનિંગ તરફ લોકો વળે તે હેતુથી ટ્રી શેરિંગ સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેમાં દરેક વ્યક્તિ પોતાની પાસે રહેલા બીજ, ઝાડ, છોડ બીજા વ્યક્તિને આપે છે. જેથી કરીને ઘરઆંગણે વૃક્ષોની સંખ્યામાં વધારો થાય.વધુમાં વન ટ્રી ગાર્ડનના સભ્યના જણાવ્યાનુસાર કોરોના બાદ સૌથી વધુ લોકો કિચન ગાર્ડનિંગ તરફ વળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...