તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહિલા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયાથી બીભત્સ માગણીની ફરિયાદ

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અજાણ્યા નંબર પરથી બીભત્સ મેસેજ આવ્યો ‘ઘરે કોઇ ન હોય ત્યારે કોલ કરજે, હું તારો ફ્રેન્ડ છું’
 • આજે વધુ બે ગુના નોંધાશે

ત્રણ જુદા જુદા મોબાઇલ નંબરના માધ્યમથી રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયા પર બીભત્સ માગણી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા શહેર પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં ગરીબ લોકોને જમવાની, મેડિકલ તેમજ અનાજ સહાય કરતી દિવ્યા (નામ બદલાવ્યું છે) નામની મહિલા સામાજિક કાર્યકરે નોંધાવેલી ફરિયાદમાં, તે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. જેમાં તેના મોબાઇલ નંબર લખ્યા હોય 23 દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી વીડિયોકોલ આવ્યો હતો.

સાત દિવસ બાદ ફરી અજાણ્યા નંબર પરથી બીભત્સ મેસેજ આવવા લાગ્યા હતા. તે નંબર પણ બ્લોક કરી દેતા તે મોબાઇલ નંબર પરથી ટેક્સ મેસેજ આવવા લાગ્યા જેમાં બીભત્સ શબ્દોમાં, તારા ઘરે કોઇ ન હોય ત્યારે કોલ કરજે મને, હું તારો ફ્રેન્ડ છું, તેવું લખેલું હતું. દરમિયાન ગત તા.15ની રાત્રે ફરી વીડિયોકોલ અને બીભત્સ મેસેજ આવતા તે નંબર બ્લોક કરી ફરિયાદ કરતા સાયબર સેલના પીઆઇ વી.જે.ફર્નાન્ડિઝે ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં મહિલાઓને પજવણી કરનાર એક જ શખ્સ હોવાનું અને તે અલગ અલગ નંબરો પરથી ફોન કરતો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં રાજકોટ જિલ્લામાં કાઉન્સિલર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓને પણ આ નંબરો પરથી બીભત્સ માગણી કરતા મેસેજ આવ્યા હોવાનું જાણવા મળતા વધુ બે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બીભત્સ માગણી કરનાર બોટાદમાં પકડાયો
મહિલા સામાજિક કાર્યકરની ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરતાં જે મોબાઇલ નંબરો પરથી ફોન આવતા હતા તે દિશામાં તપાસ કરતા તે નંબરનું બોટાદમાં લોકેશન મળ્યું હતુ. જેથી તપાસ કરતા તે શખ્સ સામે બોટાદ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઇ છે અને તે હાલ બોટાદ પોલીસના સકંજામાં હોય ત્યાંની કાર્યવાહી પૂરી થયા બાદ તે શખ્સનો કબજો લેવામાં આવશે તેમ પીઆઇ ફર્નાન્ડિઝે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો