તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cabinet Minister Bawliya Distributes 5,000 Kits Of Allopathic Medicine Free Of Cost Through 6 Dhanvantari Raths In Jasdan And Vinchiya

અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા પ્રયાસ:કેબિનેટ મંત્રી બાવળીયાએ જસદણ અને વિંછીયામાં 6 ધન્વંતરી રથના માધ્યમથી એલોપેથિક દવાની 5 હજાર કીટનું વિનામૂલ્યે વિતરણ કર્યું

2 મહિનો પહેલા
એલોપેથિક દવાની 5000 જેટલી કીટોનુ આજે વિનામૂલ્યે વિતરણ કર્યું
  • પેરામેડિકલ સ્ટાફ દ્વારા દવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે

રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા જસદણ અને વીંછિયામાં 6 ધન્વંતરી રથના માધ્યમથી એલોપેથિક દવાની 5 હજાર કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકોને કોરોના સામે લડવા આ દવા ખૂબ જ અસરકાર સાબિત થશે. હાલ કોરોનાના શરૂઆતના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલે નથી જતા. જેથી કરીને મેં કોરોનાની સામે રક્ષણ આપે તેવી એલોપેથિક દવાની 5000 જેટલી કીટોનુ આજે વિનામૂલ્યે વિતરણ કર્યું છે. બાવળિયાએ જણાવ્યું હતું અંધશ્રદ્ધાને કારણે લોકો કોવિડ કેર સેન્ટર સુધી પહોંચતા નથી.

સમગ્ર પંથક કોરોનામુક્ત થશે
વધુમાં બાવળીયાએ જણાવ્યું હતું કે, કુલ છ જેટલા ધન્વતરી રથ જસદણ અને વીંછિયા પંથકના દરેક ઘરમાં જશે, જેમાં સ્થાનિક આગેવાનો અને આશાવર્કર બહેનો ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને તપાસીને કોરોના સામેની રક્ષણ આપતી એલોપેથિક દવાની કીટ આપવામાં આવશે. સાથોસાથ પેરામેડિકલ સ્ટાફ દવાઓ કેવી રીતે લેવી તે અંગેનું માર્ગદર્શન પણ આપશે. આ પહેલથી સમગ્ર પંથક કોરોનામુક્ત થશે અને કોરોના વાયરસનુ સંક્રમણ રોકી શકાશે

6 ધન્વંતરી રથના માધ્યમથી એલોપેથિક દવાની 5 હજાર કીટનું વિનામૂલ્યે વિતરણ
6 ધન્વંતરી રથના માધ્યમથી એલોપેથિક દવાની 5 હજાર કીટનું વિનામૂલ્યે વિતરણ

જસદણની મોડેલ સ્કૂલના કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીની રિકવરીની સંખ્યા વધી
હાલ જસદણમાં ચોટીલા રોડ પર આવેલી મોડેલ સ્કૂલ ખાતે ગત 4 મેથી શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી કુલ 60 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ થયેલા હતા. જેમાંથી 25 દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે રજા આપવામાં આવી છે. જોકે હાલમાં 35 દર્દીઓ દાખલ છે. ત્રણેય સીટમાં નર્સિંગ સ્ટાફ ખડેપગે દર્દીઓની સારસંભાળ લઈ રહ્યાં છે. અહીં દાખલ થયેલા દર્દીઓને સવારમાં નિઃશુલ્ક પૌષ્ટિક નાસ્તો, ચા, બે ટાઈમ ભોજન, બપોર પછી ફ્રુટ, કઠોળ, સૂપ વગેરે અને રાત્રે હળદરવાળું ગરમ દૂધ આપવામાં આવી રહ્યું છે. દર્દી સાથેના તેમના તમામ સગા-વ્હાલાઓને પણ નિઃશુલ્ક ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

એલોપેથિક દવાની 5000 જેટલી કીટોનુ આજે વિનામૂલ્યે વિતરણ કર્યું
એલોપેથિક દવાની 5000 જેટલી કીટોનુ આજે વિનામૂલ્યે વિતરણ કર્યું