તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને ત્રાસ:CA ભણેલી પરિણીતાને પતિ કહેતો ‘તારા જેવી નેરોમાઇન્ડ, કાયમી બીમાર સાથે મારે નથી રહેવુ’, ઉદયપુરના સાસરિયા સામે ફરિયાદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિરુધ્ધ ત્રાસ અને મારકૂટ કર્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટની CA ભણેલી પરિણીતાને તેનો પતિ કહેતો કે તારા જેવી નેરોમાઈન્ડ, કાયમી બીમાર સાથે મારે નથી રહેવું એમ કહીને ત્રાસ આપતો હતો. તેથી હેમાલી (નામ બદલેલું છે)એ તેના રાજસ્થાનના ઉદયપુર સ્થિત પતિ, તથા છોટા ઉદેપુરના સંખેડા ખાતે રહેતા સાસુ, સસરા સહિતના વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ અને મારકૂટની રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોબાઈલમાં જૂનું સીમ કાઢીને નવું નાખ્યું
ફરિયાદમાં શિક્ષિત પરિણીતા હેમાલીબેને જણાવ્યું હતું કે, મેં CA ઇન્ટર સુધી અભ્યાસ કરેલું છે અને હાલ હું મારા માવતરે રહી પ્રાઇવેટ નોકરી કરું છું. મારા લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા. અમો લગ્ન બાદ મારા પતિ બરોડા મારા જેઠ - જેઠાણી રહેતા હતા. ત્યાં મુકી ગયેલા અને મારા પતિ ઉદયપુર (રાજસ્થાન) પ્રા.કંપનીમાં નોકરી કરતા હોય ત્યાં જોબ પર જતા રહેલ અને થોડા દિવસ બાદ હું પણ ત્યાં રહેવા જતી રહી હતી. મારા પતિએ મારૂ જુનું સીમ કાર્ડ જે મારા નામનું હોય તે કાઢી નાખેલું અને મારા જેઠ કૃણાલભાઇના નામનું સીમ કાર્ડ મારા મોબાઇલ ફોનમાં નાખી તેઓ મારી જાસુસી કરતા હતા. મારા પતિ લગ્ન બાદથી ત્રાસ આપતા હતા અને સાસુ પણ મારા વિરૂધ્ધ ખોટી ખોટી વાતો કરી મારા પતિને ચડામણી કરતા હતા અને મારા સસરા પણ અમોને કહેતા કે અમો કહીએ તેમ જ તમારે કરવાનું. આમ તેઓ જેમ ફાવે તેમ મારી સાથે કારણ વગર ઝઘડો કરતા હતા જેઠ પતિને અમારી વિરૂધ્ધ કાન ભંભેરણી કરતા અને તેઓ કહેતા કે’તારી પત્નીને અત્યારથી જ કંટ્રોલમાં રાખે છે ’અને તે વધારે ભણેલી ગણેલી છે આથી તેને વધારે કંઇ ઘરમા બોલવા પણ ન દેતો આમ તેઓ મારા વિરૂધ્ધ કહેતા હતા.

હિડન કોલ રેકોર્ડિંગ એપથી જાસૂસી
મારા પતિ એ મારા મોબાઇલ ફોનમાં હિડન કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન મારી જાણ બહાર નાખેલી હતી તેની અમોને પાછળથી ખબર પડેલ અમો મારા પતિના ફોન બાબતે કંઇ પૂછી એ તો તે અમોને ફોન પણ બતાવતા નહી અને તે મારો ફોન મને કહ્યા વગર ચેક કરતા હતા અને મારો પતિ મારી ઉપર શંકાઓ કરતા અને અમોને ઘરે મારા પરિવાર સાથે પણ વાતચીત કરવા દેતા ન હતા. લગ્ન થયા પહેલા અમારે શરત થયેલ હતી કે પોતાનું ઘર ખરીદવાનું અને અમોને નોકરી કરવા દેવાની પરંતુ આ બન્ને બાબતોમાં તેઓ લગ્ન પછી ફરી ગયેલ હતા જે બાબતે વાતચીત થાય ત્યારે મારકુટ કરતા હતા. અમો બરોડા પણ પોતાનું મકાન લેવા ગયેલ ત્યારે મારા પતિએ અમોને કહેલ કે તારા પિતા પાસેથી મકાન માટે પૈસા લઇ આવજે આમ મારૂ કોઇ સાંભળતા જ ન હતા. અમો ઉદયપુર રહેતા હતા ત્યાં મારા પતિને ધર્મની બેન હતી તેને તેઓ મારા કરતા પણ વિશેષ મહત્વ આપતા હતા. આ બાબતે અમો તેને કહીએ તો તે અમારી સાથે ઝગડાઓ કરતા હતા.

બાળકને પ્રોબ્લેમ હોવાથી મિસ કેરેજ કરાવેલું
ઉદયપુર રહેતા હતા ત્યારે અમોને પ્રેગ્નેસી રહેલી ત્યારે પણ મારા પતિ અમોને માનસિક ટોર્ચર આપતા હતા અને અમોને પહેલેથી જ પ્રેગ્નેસીમાં નબળાઇ હોય આથી મારા મમ્મી ત્યાં સાર સંભાળ માટે આવેલ અને ત્યાર બાદ મારા સાસુ - સસરા આવેલ તો તેઓ આખો દિવસ મારી સાથે કારણ વગર બોલ બોલ કરતા હતા. અમારી પ્રેગ્નેસીના પાંચ મહિના બાદ બાળકને પ્રોબ્લેમ હોવાથી અમો એ મારા પતિ તથા મારા સાસરીયાવાળાઓની હાજરીમાં જ બરોડા ખાતે મિસ કેરેજ કરાવેલ હતું. ઉદયપુર મારા પતિ મને કહેતા તારા જેવી નેરોમાઇન્ડ , માનસિક અશક્ત અને કાયમી બીમાર સાથે મારે નથી રહેવુ તુ તારા પિતાના ઘરે રાજકોટ જતી રહે તેમ કહી માનસિક ટોર્ચર કરતા હતા.જેથી હું મારા માવતર રાજકોટ રહેવા આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો