તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:સીએ IPCCનું પરિણામ જાહેર, 97માંથી 6 પાસ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ સેન્ટરમાં પ્રથમ આવેલો વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેન્કમાં 39મા સ્થાને

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સીએ આઈપીસીસીનું જાન્યુઆરી 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં આઈપીસીસી ગ્રૂપ 1નું જૂના કોર્સનું સરેરાશ પરિણામ 5.11 ટકા જાહેર થયું છે, જેમાં 8215 માંથી 420 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે, જ્યારે જૂના કોર્સનું 7.95 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 19807 માંથી 1575 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે.

રાજકોટ સેન્ટરનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંને ગ્રૂપમાં નવા કોર્સમાં 97 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 6 વિદ્યાર્થી જ પાસ થયા હતા. જેમાં મીત દક્ષિણી કે જેને 558 ગુણ સાથે 69.75 ટકાથી સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્કમાં 39મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

એવી જ રીતે જુગલ ગણાત્રા 502 ગુણની સાથે 62.75 ટકા સાથે બીજા ક્રમે અને મિહિર વાઘેલા 500 ગુણ સાથે 62.50 ટકા સાથે ત્રીજા ક્રમે આવ્યો છે. સમગ્ર દેશમાં નવા કોર્સના ગ્રૂપ 1માં પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 26496 હતી, જેમાંથી 3430 જ પાસ થયા હતા જેની ટકાવારી 12.95 ટકા રહી હતી. એવી જ રીતે ગ્રૂપ 2માં કુલ 27611 લોકોએ પરીક્ષા આપી હતી જેમાંથી 5154 વિદ્યાર્થી પાસ થયા હતા જેની ટકાવારી 18.67 ટકા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો