રજુઆત:મોટાદડવામાં અમુક S. T. નું બારોબાર બાય બાય

આટકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક ડ્રાઇવર્સ પેસેન્જર્સને લેવા માગતા જ ન હોય તેવો ઘાટ ઘડાયો

આટકોટ ગોંડલ રોડ પરથી બાય બાય કરી અમુક એસ.ટી બસના ડ્રાઈવરો પેસેન્જર લેવા જ ન માગતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે બસસ્ટોપ હોવા છતાં બસ બહારથી જ એટલે કે હાઈવે પરથી આવજો આવજો કરીને નિકળી જતી હોવાના અણસાર વર્તાઈ રહ્યા છે. આ અંગે અનેક વખત ડેપોમા રજૂઆત કરવા છતાં ગોંડલ જસદણ જેતપુર ધોરાજી તેમજ બાંટવા ડેપોના ડ્રાઈવર બસને બહારથી જ આગળ લઇને ચાલતી પકડી લેવા તત્પર બન્યા છે.

જો કે આટલાથી અટકતું ન હોઈ તેમ હાઈવે પર પણ બસ ઉભી ન રાખતા પેસેન્જરો અકળાઈ ઉઠે છે અને નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસર બહારથી જ ચાલી જતી બસોનું લીસ્ટ પણ ગ્રામજનોએ તૈયાર કર્યું હતું , જેમાં ગોંડલ સાળંગપુર -ગોંડલ ચોટીલા - ધોરાજી જસદણ, અમદાવાદ જૂનાગઢ ,જેતપુર કૃષ્ણનગર અમદાવાદ, બોટાદ જૂનાગઢ તેમજ બાંટવા અમદાવાદ સહિત અનેક બસો બહારથી નીકળી જતી હોવાથી જાણે રેસમાં નીકળ્યા હોઈ તેવો તમાશો જોવા મળી રહ્યો છે

એક બાજુ સરકાર મસમોટી વાતો કરી રહી વધુ બસ સારી બસ સલામત સવારી એસ.ટી અમારી એવા સુત્રો સાથે લોકોને આકર્ષવા પ્રયત્નો કરે છે , પરંતુ બસ સ્ટોપ પર આવે તો પેસેન્જર બેસે ને ! અહીં અમદાવાદ તેમજ જૂનાગઢ કે સાળંગપુર જનાર લોકો બસસ્ટોપ વાટ જોઈ જોઈ ને થાકી જતા હોય છે પરંતુ બસ બારો બાર જતી રહેતા પ્રાઈવેટ વાહનના સહારે કટકે કટકે જવું પડી રહ્યું છે જો કે બસ સ્ટોપ સુધી સુંદર ડામર રોડ પણ છે પરંતુ અહીં ડ્રાઈવરને અંદર ન આવવાની આળસ ખંખેરાતી નથી.

તેમજ જસદણ ડેપો પરથી કાયમ ઉપયોગી બનતી ગોંડલ સાળંગપુર નાઈટ બસ મળતી હતી અને તે રાત્રીના 8 કલાકની હતી જે ધંધા રોજગાર તેમજ નોકરિયાત માટે સવલત આપતી હતી તેમજ વહેલી સવારના 5 કલાકના મોટાદડવા થી સીધી ગોંડલ મળતી હતી જે બસ અનિયમિત મહિનામાં માત્ર બે વખત જ જોવા મળી રહે છે આ બસ ચાલુ કરવા ગ્રામજનો જણાવી રહ્યા છે.અમારી આટલી સવલત સત્વરે પૂર્ણ નહિ થાય તો ઉચ્ચસ્તરે રજુઆત કરીશું તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...