નિર્ણય:વર્ષના અંત સુધીમાં જિલ્લાની 150 શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કાર્યરત થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 તાલુકામાં 44 શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ

સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી સ્કૂલ ઓફ એક્સલન્સની શરૂઆત કરાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ દરેક તાલુકામાંથી 44 જેટલી શાળાઓ કાર્યરત છે. જે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં કુલ મળી 150 શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ, જે ખાનગી સ્કૂલોમાં હોય એવી સુવિધા આ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવાની શરૂઆત કરાઈ છે. ત્યારે રાજકોટ જિલ્લા પહેલા તબક્કામાં દરેક તાલુકામાંથી બે- બે મળી કુલ 22 શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શરૂ કરાઈ હતી.

બાદમાં બીજા તબક્કામાં વધુ 22 શાળા શરૂ થતા કુલ મળી અત્યાર સુધીમાં જિલ્લાની 44 પ્રાથમિક શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ શરૂ છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. ડી.આર. સરડવાના જણાવ્યા મુજબ વર્ષ 2021ના અંત સુધીમાં જિલ્લાની 100થી વધુ શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શરૂ કરવામાં આવશે.

જેથી કુલ મળી 150 પ્રાથમિક શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કાર્યરત થશે. આ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને તેનો લાભ મળે છે. જોકે શરૂઆતના તબક્કામાં શિક્ષકો હજુ એના એજ રહેશે. બાદમાં તમામ વિષયોના શ્રેષ્ઠ શિક્ષકો પણ આવી શાળામાં નિયુક્ત કરાશે.

અન્ય સમાચારો પણ છે...