• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • By Noon Today, Screening And Antigen Tests Will Be Started At Bus Stands, Railway Stations And Airports By The Municipal Corporation Of India.

કોરોના રાજકોટ LIVE:આજે બપોર સુધીમાં શૂન્ય કેસ, મનપા દ્વારા બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગઇકાલે શહેરના વોર્ડ નં.8માં આવેલી યોગીનિકેતન સોસાયટીમાં રહેતા 56 અને 58 વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

દિવાળીના તહેવાર બાદ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આજે બપોરે શૂન્ય કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે 2 પોઝિટિવ કેસ નોંધાતા આ સપ્તાહમાં કુલ 13 નોંધાયા છે. જેને પગલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજકોટમાં બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
રાજકોટમાં ગઈકાલે વોર્ડ નં.8માં નિર્મલા રોડ પર આવેલી યોગીનિકેતન સોસાયટીમાં 56 અને 58 વર્ષીય પ્રૌઢ સંક્રમિત થયા છે. આ સોસાયટીમાં તાજેતરમાં જ કેસો નોંધાયા હતા. જેથી વિસ્તાર વાસીઓમાં ફફડાટ છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તબિયત સ્થિર હોવાથી બન્ને દર્દીઓને હાલ હોમ આઇસોલેટ કરાયા છે. તેમના પરિવારજનોએ પણ વેક્સિન લીધેલી છે અને સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાયાનું મનપાના આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

ધોરાજીના લઘુમતી વિસ્તારમાં વેક્સિનેશન ઝુંબેશ
કોરોના મહામારીના સમયે ધોરાજીમાં કોરોનાના અનેક કેસો નોંધાયા હતા. શહેરના લઘુમતી વિસ્તારોમાં કોરોના રસીકરણ ઓછું થતાં તંત્ર દ્વારા ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું અને લઘુમતી સમાજમાં કોવિડ રસીકરણ થાય, લોકોમાં ખોટી અફવાઓ દૂર થાય તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરી, જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ કલેક્ટર જી વી મીયાણી,મામલતદાર કે ટી જોલાપરા,બ્લોક હેલ્થ ઓફીસર ડો વાછાણી સહિતના અધિકારીઓની ટીમ શહેર ના મુસ્લીમ વિસ્તાર જેવા કે બહારપૂરા, પાચ પીરવાડી આંગણવાડી ખાતે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...