તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:શહેરમાં આજે સાંજ સુધીમાં 3 કેસ નોંધાયા, 9066 નાગરિકોએ વેક્સિન લીધી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જસદણના પેટા આરોગ્ય કેન્દ્રોમાં અભિયાન અંતર્ગત પૂર્ણ થયું 62.85 ટકા રસીકરણ

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને તળિયે આવી ગઈ છે. શહેરમાં આજે બપોર સધીમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નહોતા. જ્યારે સાંજે માત્ર 3 કેસ જ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 42741 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 81 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 7 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 3654 અને 45 વર્ષથી મોટી ઉંમરના 5412 સહિત કુલ 9066 નાગરિકોએ રસી લીધી છે.

ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને પોલીસ કમિશનરને રજુઆત કરી
કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયમોમાં કેટલાક ફેરફારો કરી દીધા છે. જેમાં રાજકોટ સહિત તમામ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. જોકે હવે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એસટી બસને શહેરમાં અંદર પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે કે ખાનગી ટ્રાવેલ્સની બસોને અંદર પ્રવેશ આપવામાં દેવા આવતો નથી. જેના કારણે આજ રોજ રાજકોટ પોલીસ કમિશનરને રૂબરૂ મળી ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ખાનગી ટ્રાવેલ્સ બસોને પણ અંદર પ્રવેશ આપવા માંગ કરવામાં આવી હતી.

ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ પણ કફોડી
રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ખાનગી ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ પણ કફોડી બની છે. રાજકોટના ગોંડલ રોડ ચોક, ગ્રીનલેન્ડ ચોક અને માધાપર ચોક પાસે પેસેન્જરોને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતારી દેવા પડે છે. જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ખૂબ જ તકલીફ પડી રહી છે.

દરરોજના 25થી 30 હજાર જેટલા પેસેન્જરોને તકલીફ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરરોજના 25થી 30 હજાર જેટલા પેસેન્જરોને ખૂબ જ તકલીફ પડી રહી છે. રાજકોટમાં દરરોજ 1100થી વધુ બસ અવરજવર કરે છે. ખાસ કરીને એસ.ટી બસોને સરકાર દ્વારા કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે તો ખાનગી ટ્રાવેલ્સને પણ મુક્તિ આપવામાં આવે તેવી માગ સાથે રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

કોરોનાના કારણે લક્ષ્મીનગર નાલાનું કામ અટક્યું
શહેરની મધ્યમાં આવેલા લક્ષ્મીનગર નાલાની જગ્યાએ રેલવે તંત્ર દ્વારા અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે કામ કોરોના સહિતના કામોથી વિલંબમાં હોય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વીનભાઇ પાંભર, બીપીનભાઇ બેરાએ મુલાકાત લીધી હતી. જેમાં 40 મજૂરોને કોરોના થઇ જવાથી કામ ખોરંભે પડ્યાનું ખુલ્યું હતું. હવે ઓગષ્ટના બદલે આ બ્રિજનું કામ ઓક્ટોબરમાં પૂર્ણ થશે, એટલે કે ચોમાસા બાદ લોકોની સમસ્યાનો અંત આવશે તેવું રેલવે તંત્રએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું.

જસદણના પેટા આરોગ્ય કેન્દ્રોમાં અભિયાન અંતર્ગત પૂર્ણ થયું 62.85 ટકા રસીકરણ
રાજ્યભરના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટના જસદણના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે 1 જુલાઈ-2021 સુધીમાં 45 વર્ષથી વધુના નાગરિકોનું 62.85 ટકા રસીકરણ નોંધાયું છે. રસીકરણ કામગીરીમાં જસદણ પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. મીતેશ ભંડેરી, જિલ્લા એપિડેમિક અધિકારી ડો. નીલેશ રાઠોડ, જસદણ તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈ, સંબંધિત ગામોના સરપંચો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી. 46,550 નાગરિકો પૈકી કુલ 29,256 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...