તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે નવા 4 કેસ નોંધાયા, કાલે 31 સેશન સાઇટ પર કોવિશિલ્ડ અને 2 સાઇટ પર કોવેક્સિન અપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં 12,13,874 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો

રાજકોટમાં કોરોનાના વળતા પાણી શરૂ થઇ ગયા છે. શહેરમાં આજે બપોર સધીમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નહોતો. જ્યારે બપોરથી સાંજ સુધીમાં નવા 4 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42765 પર પહોંચી છે. તેમજ રિકવરી રેટ 98.70 ટકા અને પોઝિટિવ રેટ 3.52 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 12,13,874 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આવતીકાલે 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ અને 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે. ફોરેન જતા લોકો માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા વહીવટી તંત્ર સજ્જ
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા માટે સમરસ બોયઝ હોસ્ટેલ અને કેન્સર રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને વીરેન્દ્ર દેસાઈએ કલેક્ટરને કોરોનાના દર્દીઓને સારવાર માટે કાર્યરત કરાયેલા બંને સેન્ટરોની વિશેની માહિતી આપી હતી. કલેક્ટર સમગ્ર પરિસરની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું. બંને સેન્ટરોમાં પુરતી માત્રામાં જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સમરસ હોસ્ટેલ ખાતે ટૂંક સમયમાં શરૂ કરાનારા ઓ.પી.ડી. સેન્ટર તથા તમામ બેડને પુરતો ઓક્સિજન સપ્લાય આપવા, વેપરાઈઝરનું કનેક્શન આપવા અને પ્રત્યેક કોરોના દર્દીના બેડ ઉપર માસ્ક અને પોર્ટેબલ બાયપેપની સુવિધા ઉપલબ્ધ કરવા પણ તેમને સૂચના આપી હતી.

રાજકોટની આ સાઇટ પર વેક્સિનેશનની કામગીરી કરાશે
1)સિવિલ હોસ્પિટલ
2)પદ્મકુંવરબા હોસ્પિટલ
3)શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4)ચાણક્ય સ્કુલ–ગીત ગુર્જરી સોસાયટી
5)નંદનવન આરોગ્ય કેન્દ્ર
6)શિવશક્તિ સ્કૂલ
7)નાનામવા આરોગ્ય કેન્દ્ર
8)મવડી આરોગ્ય કેન્દ્ર
9)શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11)શાળા નં. 28, વિજય પ્લોટ
12)સિટી સિવિક સેન્ટર–અમીન માર્ગ
13)સદર આરોગ્ય કેન્દ્ર
14)અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16)રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17)ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18)શાળા નં. 61, હુડકો
19)શાળા નં. 20 બી, નારાયણનગર
20)જંક્શન આરોગ્ય કેન્દ્ર
21)માધાપર આરોગ્ય કેન્દ્ર
22)રેલ્વે હોસ્પિટલ
23)મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24)ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25)આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26)કબીરવન આરોગ્ય કેન્દ્ર
27)રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28)શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29)પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30)કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31)તાલુકા શાળા (BRC) ભવન

આ સેશન સાઇટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2)શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

બે દિવસ વેક્સિનેશન બંધ
રાજકોટ શહેરમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ સુધી વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફોરેન જતા નાગરિકોને કોરોના રસી લેવા માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેશન સાઈટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે બાદમાં પાંચ મિનીટમાં જ સત્તાવાર રીતે આ તમામ સેશન સાઇટ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હાલ કોરોનાનો કહેર ઓછો થતા ગઈકાલથી રાજકોટમાં રેલવે સ્ટેશન પર ટિકિટ બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

મ્યુકોરમાઇકોસિસના 967 દર્દીમાંથી 537 ડિસ્ચાર્જ
રાજકોટમાં રાજ્યના સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ નોંધાયા હતા અને સૌથી વધુ સર્જરી કરવાનો રેકોર્ડ પણ રાજકોટના નામે છે. જોકે અત્યાર સુધીમાં કેટલાં મોત થયા છે તેનો આંક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધીના કુલ 967 દર્દીમાંથી 537 ડિસ્ચાર્જ અને હાલમાં 198 સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા બાદ કરતા 232 દર્દી વધે છે જે મૃતાંક હોય શકે. આ આંક તબીબી અધિક્ષકને આપવામાં આવતા તેઓ મૌન રહ્યા હતા અને ના પાડી શક્યા ન હતા.

મ્યુકોરનો ડેથ રેશિયો કોરોના કરતા વધુ
તબીબો અને સર્જનોએ ખરેખર આ કટોકટીમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે પણ વહીવટી તંત્ર માહિતીઓ બહાર પાડવામાં ખેલ પાડી રહી છે. કોરોનાની સારવાર દરમિયાન કેટલાં મોત થયા અને તેમાંથી કેટલા કોવિડ ડેથ હતા તે રોજ જાહેર કરાય છે પણ મ્યુકોરમાં આ માહિતી જાહેર કરાતી નથી. કારણ કે, મ્યુકોરમાઇકોસિસમાં ડેથ રેશિયો કોરોના કરતા અનેક ગણો વધારે હોય છે.